સગી માસીએ જ પોતાની ભાણી પર દુષ્કર્મ આચરવા મદદ કરી યુવકની! માતા પિતાને ત્યારે જાણ થઈ જ્યારે યુવતીને…
ગુજરાતમાં દિવસેને દિવસે ચોંકાવી દેનાર ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને દીકરીઓ પર મોટેભાગે અત્યાચાર થઈ રહ્યો છે. રેપ અને છેડતીના અનેક બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે હાલમાં જ એક ઘટના સામેં આવી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સગી માસીએ જ પોતાની જ ભાણી પર દુષ્કર્મ આચરવામાં યુવકની મદદ કરી, મિત્રએ 15 વર્ષની માસૂમ પર બે વાર દુષ્કર્મ આચર્યુ. આ ઘટના અંગે વિસ્તુત માહિતી જણાવીએ.
દિવ્યભાસ્કરના અહેવાલો મુજબ જાણવા મળેલ છે કે, અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં. સગીર વયની કિશોરીને તેના જ માસીએ પોતાના મિત્ર પાસે મોકલી દુષ્કર્મ ગુજારવામાં મદદ કરતી હતી તે અંગેની ફરિયાદ નોંધાયેલ છે. હાલમાં આ ઘટના ત્યારે સામી આવી છે, જ્યારે પીડિત સગીરાને ગર્ભ રહી ગયો ત્યારે આ ઘટનાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાં અંગે જાણ થતાં જ તાત્કાલિક પોલીસે સગીરાના માસી અને દુષ્કર્મ ગુજારનાર યુવકની ધરપકડ કરી છે.
પોલીસ પણ ચોંકી ગયેલી જ્યારે જાણવા મળ્યું હતું કે, 15 વર્ષની સગીરા સાથે બનેલી દુષ્કર્મની ઘટનામાં આરોપીની મદદ કરવામાં અન્ય કોઈ નહીં, પરંતુ સગીરાના સગા માસી છે. 15 વર્ષની સગીરાને શરીરમાં ફેરફાર દેખાતા માતાએ ડૉક્ટર પાસે તપાસ કરાવતા તેને 7 મહિનાનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું. જેથી સગીરાની પૂછપરછ કરતા તેને પોતાની સાથે બનેલી ઘટના જણાવી હતી.
નવ મહિના પહેલા સગીરા પોતાની માસી સાથે બજારમાં ગઈ હતી, તે સમયે માસીનો મિત્રએ સગીરા સાથે પ્રેમ સંબંધ રાખવાનું જણાવેલ. સગીરાને લઈને પોતાના ધર્મના ભાઈ સાથે એક ઘરમાં લઈ ગઈ હતી. જ્યાં સગીરાની માસીએ જ તેને અન્ય રૂમમાં આરોપી સાથે મોકલતા સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. જાણવા મળ્યું છે કે, આરોપી પરિણીત છે અને તેના હાલમાં જ છુટાછેડા થયેલ છે.સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે બે વખત મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતા સગીરાને ગર્ભ રહી જતા હવે તપાસ વધુ હાથ ધરાઈ છે.