Gujarat

ગુજરાત ના નાના એવા ગામ નો યુવાન નાની ઉમરે શહીદ થયો ! આખુ ગામ હીબકે ચડયું..જુઓ તસવીરો

હાલમાં જ એક કરુણદાયક ઘટના સામે આવી છે. આપણે જાણીએ છે કે, દિવસેને દિવસે અનેક જવાનો દેશની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દે છે. હાલમાં જ ઉનાના ડમાસા ગામનાલાલજીભાઈ કરશનભાઈ બાંભણિયા શાહિદ થતા તેમના પાર્થિવદેહને વતન લઇ આવતા દરેક ગામનાં કરુણદાયક દ્રશ્યો સર્જાયા હતા. આ શહીદ જવાનને વિદાય આપવા માટે ગામના તમામ લોકો હાજર રહ્યા હતા.

શહિદ જવાનને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ દરમિયાન ભારત માતા કી જય, ના નારા લાગ્યા હતા. તો કેટલાક લોકોની આંખમાં પાણી  આવી ગયું હતું. શહીદ જવાનની અંતિમવિધિ દરમિયાન દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા.

શહીદ જવાન વિશે જાણીએ તો ઉનાના ડમાસા ગામના લાલજીભાઈ કરશનભાઈ બાંભણિયા માતૃભૂમિની રક્ષા કરતા કરતા ચાલુ ફરજ દરમ્યાન તબિયતનાદુરસ્ત થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન વીરગતિને પ્રાપ્ત થયા હતા.

લાલજીભાઈ બાંભણિયા છેલ્લા 7 વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હતા. લાલજીભાઈ બાંભણિયાઅરુણાચલ પ્રદેશ ખાતે ફરજમાં હતા. દરમિયાન બરફવાળા વિસ્તારમાં ફરજ બજાવતા તબિયત નાદુરસ્ત થતા એક માસ પહેલા કોલકતાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પણ આખરે તેમનો જીવ ચાલ્યો ગયો હતો જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

શહીદ લાલજીભાઈ પરિવારમાં કુલ 7 સભ્યો છે.જેમાં પિતા કરશનભાઈ ,માતા બેનાબેન,શહીદ જવાન લાલજી ભાઈના પત્ની દિવુબેન, પુત્ર પ્રિયાંશ, તથા શહીદ જવાનના નાનાભાઈ વિપુલભાઈ તથા નાની હિરલબેન મળી કુલ 7 સભ્યો સંયુક્ત કુટુંબમાં રહે છે. હાલમાં તો ગામના અને પરિવારમાં ખૂબ જ દુઃખ લાગણી છવાયેલ સાથોસાથ ગર્વ હતો કે તેઓ વિરગતિને પામ્યાં.

લાલજીભાઈનો પાર્થિવદેહ ડમાસા ગામે પહોંચતા.”વિર શહીદ લાલજીભાઈ અમર રહો, જબ તક સુરજ ચાંદ રહેગા લાલજીભાઈતુમ્હારા નામ રહેગા” ના નારા સાથે અંતિમ યાત્રા નીકળી હતી અને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપવામાં આવીહતી.પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો હતો.ખરેખર આ ઘડી ખૂબ જ કરુણ દાયક અને ગર્વ અનુભવ કરાવે એવી હતી.
એક જવાન શહીદ થાય, ત્યારે અનેક લોકોની આંખમાં આંસુઓની સાથે ગર્વની લાગણી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!