ગરમીમાંથી રાહત! થઈ જાઓ તૈયાર ગુજરાત માં આ તારીખથી વરસાદ આવશે…
કાળઝાળ ગરમી વચ્ચે હવે વરસાદની આતુરતા પૂર્વક રાહ જોવાય રહી છે, ત્યારે આખરે હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામા આવી છે, ત્યારે ખરેખર દરેક ખેડૂતો માટે તેમજ સૌ લોકો માટે હવે રાહતના દિવસો આવશે અને ગરમીમાંથી છુટકારો મળશે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ગુજરાત રાજ્યમાં ફરીવાર છેલ્લાં એક-બે દિવસથી વાતાવરણ ગરમી જોવા મળી રહી છે.
હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું હતું કે, હવામાન વિભાગે વરસાદને આગાહી કરવામાં આવી છે. હવે આખરે સૌ કોઈને ગરમીમાંથી છુટકારો મળશે અને વરસાદનું આગમન થશે. આગાહી મુજબ તા. 8 જૂનના રોજ કેટલાંક વિસ્તારોમાં વરસાદ વરસશે. જેમાં હવામાનની આગાહી અનુસાર, રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, દમણ અને નવસારીમાં પણ મન મૂકીને વરસાદ વરસશે તેવી આગાહી કરાઇ છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવનોની ગતિ તેજ રહેશે. જ્યારે વરસાદની શકયતા નહિવત છે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું. સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ થશે તેમજ ગુજરાત રાજ્યમાં અમદાવાદમાં 42.6, ગાંધીનગરમાં 42.4 ડિગ્રી તાપમાન, કંડલામાં 42.2 ડિગ્રી તાપમાન અને અમરેલીમાં 41.5 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે.રાજ્યમાં આગામી બે દિવસ પવનોની ગતિ તેજ રહેતા ગરમીથી આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહેલ રહેશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
