સુરત : જવેલર્સ શોપમા લુટારુ ઓ રિવોલ્વર દેખાડી લુંટ કરવાનો પ્રયાસ કર્યો પણ દુકાન માલિક કે જે હિમ્મત દેખાડી… જુવો વિડીઓ
ન્યૂઝ પેપર વાંચો કે પછી મોબાઈલ ફોન ખોલો કે ન્યૂઝ ચનેલ શરૂ કરો એટલે સુરત શહેર તો ચર્ચામાં હંમેશા રહે છે. હાલમાં દીવસે મેં દિવસે સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. અનેક એવી ઘટનાઓ ઘટી રહી છે કે બંધ થવાનું નામ જ નથી લઈ રહી. હાલમાં પોલીસ દ્વારા પણ ખાસ પગલાંઓ લેવામાં આવે છે છતાં પણ ગુન્હાઓ થતા રહે છે. હાલમાં બે ત્રણ દિવસ પહેલા જ સુરત શહેરમાં ધોળે દિવસે સોનીની દુકાનમાં ત્રણ ઈસમો દ્વારા ચોરી થયેલ હતી. આવી જ ઘટના ફરી સુરત શહેરમાં બની છે.
હાલમાં જ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, સુરત : જવેલર્સ શોપમા લુટારુ ઓ રિવોલ્વર દેખાડી લુંટ કરવાનો પ્રયાસ કર્યો પણ દુકાન માલિક કે જે હિમ્મત દેખાડી એ ખૂબ જ સરહાનીય છે. ચાલો આ ઘટના વિશે અમે આપને વિગતવાર જણાવીએ કે કંઈ રીતે એક મહિલાએ હિંમતભેર સાથે લૂંટારોઓ સામે લડી પડી.મળતી માહિતી પ્રમાણે સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં બે લોકોએ બંદૂકની અણીએ લૂંટનો પ્રયાસ કર્યો છે.
આ લૂંટ અંગેનો બના CCTV માં કેદ થઇ ગયેલ અને આ વડીયો ફૂટેજ હાલમાં વાયરલ થઈ રહી છે. આ કેસમાં દુકાન માલિકે સમયસૂચકતા વાપરીને લૂંટારું સાથે ઝપાઝપી કરતા બંને ભાગ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. આ ઘટમમાં મહિલાની ખૂબ જ વાહ વાહ થઈ રહી છે અને ખરેખર આ વીડિયો જ્યારે તમે જોશો તો તમે પણ આ મહિલાના વખાણ કરશો.
આ ઘટના પર એક નજર કરીએ તો જ્વેલર્સ માલિક દુકાનમાં બેઠા હતા તે વખતે માસ્ક પહેરી 2 શખ્સો દુકાનમાં ધસી આવ્યા હતા. દુકાનમાં ધૂસતાની સાથે જ બંને શખ્સોએ વેપારીના લમણે રિવોલ્વર મૂકીને “તુમ્હારે પાસે જો કુછ હૈ, વો યે થેલે મે ભર દો” એમ કહ્યું હતું. આ રીતે બંને શખ્સોએ ધમકાવી દાગીનાની લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, માલિકે ઝપાઝપી કરતા બંને લૂંટારુંએ ખાલી હાથે ભાગવાનો વારો આવ્યો હતો.
બંને ભાગી રહ્યા હતા તે દરમિયાન લૂંટારૂના હાથમાંથી હથિયાર પડી ગયું હતું. આ ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે બંને લૂંટારૂંને શોધવા ચક્રો ગતિમાન કર્યો છે.
