Gujarat

ગુજરાતના આ ગામ મા અલગ જ પ્રકાર ના નિયમો ઘડાયા ! પ્રી-વેડિંગ શૂટ, સગાઈમાં કેક પર બૅન, ઘરમાં ચૌધરી બોલી….

હાલમાં ગુજરાતનાં એક ગામમાં એવા નિયમો લાગુ કરવામાં સ આવ્યા છે, જેના લીધે સૌ વિચારમાં પડી ગયા છે. આપણે જાણીએ છે કે, ભારત દેશ એ લોકશાહીનો દેશ છે, ભારતીય બંધારણ મુજબ દેશનું તંત્ર ચાલે છે. બંધારણમાં સૂચવેલ કલમો દ્વારા જ દરેક નાગરિકોને પોતાના હક અને ફરજો વિશે ખ્યાલ આવે છે. એક તરફ આપણે સૌ કોઈ લોકતંત્રમાં રહીએ છીએ ત્યારે ગુજરાતમાં એક એવું ગામ આવેલું છે, જ્યા ગામ લોકોએ પોતાના સુધારા વધારા સાથે બંધારણ રચ્યું છે.

દરેક ગામમોમાં વસતા સમાજની પરંપરા અને સંસ્કૃતિ હોય છે. આજનાં યુગમાં યુવાનો દ્વારા એ રીતિ રિવાજોનું પાલન નથી થતું, ત્યારે સમાજના અગ્રણીઓ દ્વારા પોતાનાં રિવાજો સચવાય અને યુવાન પેઢી કુ રિવાજો ને ભૂલી જાય તે માટે થઈને આ ગામ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ દક્ષિણ ગુજરાતના મહુવાના કાછલની.

આ ગામમાં વસવાટ કરતા ચૌધરી આદિવાસી સમાજે જૂના કુરિવાજો નાબૂદ કરીને 33 જેટલા સામાજિક સુધારાઓ સાથેનું પોતાનું અલગ બંધારણ રચ્યું છે. આપણા ગુજરાતમાં પણ ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, ત્યારે આ ગામ દ્વારા પણ પોતાનામાં આ બંધારણમાં સમાજની આગવી ચૌધરી બોલીને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે.

સૌથી મહત્વની અને સરહાનીય વાત એ છે કે, આ ગામનાં લોકોએ સાથે મળીને ગ્રામજનો ભેગાં મળીને ગામના સમાજનું બંધારણ તૈયાર કર્યું છે. સૌ સમજી વિચારી અને લોકોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીનેબિનજરૂરી ખર્ચાઓ પર કાપ, પોતાની ભાષાને મહત્ત્વ આપવા સહિતના જરૂરી નિર્ણય કરવામાં આવ્યા હતા. આદિવાસી ચૌધરી સમાજના સામાજિક ખર્ચ ઘટાડવા અને આદિવાસી રીતિ-રિવાજો પ્રમાણે વિધિઓ થાય એવા 33 પ્રકારના સામાજિક સુધારા સાથેનું બંધારણ બનાવવામાં આવ્યું હતું.

આ ગામમાં સૌથી મહત્વના પગલાં લેવામાં આવ્યા. આજના મોંઘવારીનાં સમયમાં મધ્યમવર્ગ માટે આ ખુશ ખબર કહેવાય.
સમાજના લોકો દ્વારા નક્કી કરવામાં આવ્યું કે, સગાઈમાં સોનાની વીંટી પહેરાવવાની અને સગાઈમાં કેક કાપવાની પ્રથા નાબૂદ કરવી તેમજ સગાઈમાં જમણવાર રાખવો નહિ, સાકર-પડોની પ્રથા બંધ કરવી અને લગ્ન પ્રસંગે ગામમાં કંકોત્રી વહેંચવી નહિ, ફક્ત નોતરું જ નાખવું.

લગ્નવિધિ દરમિયાન ફરજિયાત ચાંદીનું જ મંગળસૂત્ર પહેરાવવું અને મરણ પ્રસંગે જમણવાર રાખવો નહીં. સામાજિક પ્રસંગોએ બીડી, તમાકુની થાળી મૂકવી નહી.આવનારી પેઢીને સમસ્યાઓનો સામનો ન કરવો પડે એ માટે ગ્રામજનોએ એક મત થઈ સર્વાનુમતે ગામનું બંધારણ બનાવ્યું અને એમાં 33 મુદ્દાનો આ બંધારણમા સમાવેશ કરવામાં આવ્યો છે. આ બંધારણ 1 જૂન 2022થી અમલમાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!