ગુજરાત આ બે ગામ મા એક સાથે નીકળી 6 અંતિમ યાત્રા ! બની હતી એવી ઘટના કે…
હાલમાં જ એક ખૂબ જ દુઃખદાયી ઘટના સામે આવી છે. ગુજરાતમાં એક પણ દિવસ એવો નહિ હોય કે, કોઈ રોડ અકસ્માતનો બનાવ ન બન્યો હોય. આજ રોજ ન્યૂઝ18 મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, આણંદનાં સોજીત્રા ગામમાં એક સાથે 6 લોકોની અંતિમયાત્રા નીકળતા હ્રદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા અને ગામમાં શોક છવાઈ ગયો હતો.આ ઘટનાના ને પગલે અકસ્માત કરનારા આરોપીને સખત સજા થાય અને મૃતકોને ઝડપી ન્યાય મળે એવી લોકલાગણી પ્રવર્તી રહી છે. ત્યારે ચાલો અમે આપને આ ઘટના અંગે વધુ વિગત જણાવીએ.
ગઈકાલની સાંજે સોજિત્રા પાસે થયેલ અકસ્માતમાં મિસ્ત્રી પરિવારનાં માતા અને બે પુત્રી તથા બોરિયાવીના બે કાકા-બાપાના પુત્રો અને રિક્ષા-ડ્રાઈવર સહિત કુલ છ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. આજ સવારે તેઓની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં બે ગામોમાં સ્વજનોનાં રુદનથી ગુંજી ઉઠ્યું હતું. મૃતકોના પરિવાર દ્વારા આરોપીને સખત સજા થાય અને મૃતકોને ઝડપી ન્યાય મળે એવી લોકલાગણી પ્રવર્તી રહી છે.
આ કાળ ભર્યા અકસ્માતમાં છ નિર્દોષ લોકોનો જીવ લેવાયો છે. ત્યારે આ અકસ્માતનો આરોપી કેતન રમણભાઈ પઢિયાર કૉંગ્રેસના ધાસાભ્યનો જમાઈ છે. આ કારણે આ ઘટનાને લઈને ધારાસભ્ય પુનમભાઈએ પોતાનું નિવેદન આપ્યું હતું કે “મારા જમાઈ મારી દીકરી અને ભાણેજોને તારાપુર મૂકીને પરત આણંદ તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન રિક્ષા, એક્ટિવા અને કારની ટક્કર થઈ ગઈ હતી.
આ અકલ્પનિય અકસ્માત છે. તેની સામે જવાબદાર તમામ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.” બીજી તરફ સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે કે કારનો ડ્રાઇવર પીધેલી હાલતમાં કાર ચલાવી રહ્યો હતો.અકસ્માત સ્થળેથી MLA Gujarat લખેલી પ્લેટ પણ મળી છે. હાલમાં પોલીસે કાર ચાલક સામે આઈપીસીની કલમ 304 હેઠળ ગુનો દાખલ થયો છે.
ન્યૂઝ 18 દ્વારા મળેલ અહેવાલો મુજબ આ ઘટનામાં
1) જીયાબેન વિપુલભાઈ મિસ્ત્રી, ઉંમર 14, સરનામું- સોજીત્રા, નવાઘરા, 2) જાનવીબેન વિપુલભાઈ મિસ્ત્રી, ઉંમર 17, સરનામું- સોજીત્રા, નવાઘરા, 3) વિણાબેન વિપુલભાઈ મિસ્ત્રી, ઉંમર 44, સરનામું- સોજીત્રા, નવાઘરા, 4) યાસીનભાઈ મોહમ્મદભાઈ વ્હોરા, ઉંમર 38, સરનામું- સોજીત્રા, અબ્દુલ રજીદ પાર્ક સોજીત્રા (રીક્ષા ચાલક) , 5) યોગેશભાઈ રાજેશભાઈ રમણભાઈ ઓડ, ઉંમર 20, સરનામું- બોરીયાવી, સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, આણંદ , 6) સંદીપભાઈ ઠાકોરભાઈ ઓડ, ઉંમર 19, સરનામું- બોરીયાવી, સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, આણંદ લોકોનું દુઃખદ નિધન થયું છે.