ગુજરાતના આ ગામ મા બની ખુબ જ દુખદ ઘટના ! વિજળી પડતા એક સાથે 50 બકરાંઓ અને માલધારી નુ મોત નિપજ્યું…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આ કારણે ગુજરાત ભરમાં અનેક શહેરોમાં ધોધમાર વરસાદ થયો છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, દાંતા તાલુકાના માણેકનાથ ડુંગર વિસ્તારમાં એકાએક વીજળી પડતા માલધારી યુવક સહિત 50 બકરાં મોતને ભેટ્યા હતા.
તમને જાણીને નવાઈ લાગશે કે, આ દુઃખદાયી ઘટના બાદ લોકો અંધારામાં મૃતદેહો શોધવા ડુંગર વિસ્તારમાં ભારે જહેમત ઉઠાવી હતી. તમને જાણીને નવાઇ લાગશે કે, છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે 23 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. 6 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ભારે વરસાદના કારણે ન થવાનું થઈ ગયું જેના લીધે એક પરિવારમાં શોકમગ્ન બની ગયું.
આ ઘટના અંગે વિગતવાર જાણીએ તો ભચડીયા ગામના માલધારી સમાજ કેવળભાઈએ આ દુઃખદ ઘટના અંગે જણાવ્યું હતું કે, ગામના ચમનભાઈ દેવરાજભાઈ રબારી પોતાના ભાઈ સાથે બકરાં ચરાવવા માણેકનાથ ડુંગર પર ગયા હતા. પરિવારે સ્વપ્નમાં નહિ વિચાર્યું હોય કે આવો દિવસ જોવો પડશે. રવિવારની સાંજના સુમારે એક ભાઈ બકરાં લઇને નીચે ઉતરી ઘરે પહોંચી ગયો હતો પણ બીજો ભાઈ મોડી સાંજ સુધી પરત ન આવતા પરિવારજનો ડુંગર વિસ્તારમાં શોધ ખોળ હાથ ધરી હતી.
આ જ દરમિયાન લોકોને જાણવા મળ્યું કે, વીજળી પડવાથી ચમનભાઈ સહિત તેના 50 બકરાના મોત થયું છે. આ ઘટનાને કારણે પરિવાર માલધારી સમાજમાં શોક છવાઈ ગયો. આ દુઃખદ ઘટના ને પગલે માલધારી લોકો ડુંગર પર અન્ય પશુ ધન શોધવાની કવાયત હાથ ધરી રહ્યા છે. મૃતકનો દેહ પણ હજુ સુધી નીચે લાવવામાં આવ્યો નથી.
હાલમાં એક તરફ ગુજરાતભરમાં વરસાદનો કહેર વર્તાય રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જીલ્લામાંલ રવિવારે સાંજે 6 કલાકે પુરા થતાં ચોવિસ કલાક દરમિયાન સૌથી વધુ પાલનપુરમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જીલ્લામાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.