Gujarat

ગુજરાત ના આ ગામ મા બની વિચિત્ર ઘટના ! ચોર ને કાઈ હાથ ના લગતા યુવતી નો ચોટલો કાપી જતા રહ્યા…

ગુજરાત ના આ ગામ મા બની વિચિત્ર ઘટના ! ચોર ને કાઈ હાથ ના લગતા યુવતી નો ચોટલો કાપી જતા રહ્યા.તમે ચોરીના તો અનેક બનાવો જોયા હશે પણ હાલમાં ગુજરાતનાં હળવદના નવા માલણીયાદ ગામમાં ખૂબ જ વિચિત્ર બનાવ સામે આવ્યો છે, ખરેખર આ ઘટના ચોંકાવનારી અને આશ્ચય જનક છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ઘરમાં ચોરી કરવા આવેલ ચોરોને કાંઈ પણ હાથ ના લગતા યુવતી નો ચોટલો કાપી જતા રહ્યા. આ ઘટના બનતા જ પીડિત પરિવારે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.

દિવ્ય ભાસ્કરના અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, ચોરો આ ગામના એક પરિવારના ઘર ચોરી કરવા માટે આવ્યા હતા પણ બનાવ એવો બન્યો કે ચોરો એ ખૂબ જ શોધ કરી ઘરમાં પણ કંઈ હાથ ન લાગતાં ફળિયામાં સુતેલી આ પરિવારની તરૂણ વયની દીકરી ઉપર ખાર ઉતાર્યો હતો અને ફળિયામાં સુતેલી દીકરીનો ચોટલો કાપી નાખ્યો હતો. આ બનાવની જાણ થતાં હળવદ પોલીસે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આવી ઘટના પહેલીવાર બની છે કે, ચોરોએ આવું કર્યું હોય.
આ ઘટનાની સંપૂર્ણ માહિતી જાણીએ તો હળવદના નવા માલણીયાદ ગામે રહેતા વિષ્ણુભાઈ ખીમાભાઈ ડાભી ગઇકાલે મંગળવારે રાત્રે ગરમીથી બચવા માટે તેમની પત્ની અને તેમની 15 વર્ષની દીકરી સાથે ફળિયામાં સુતા હતા. આ જ દરમિયાન બનાવ એવો બન્યો કે, રાત્રિના સમયે ચોરો તેમના ઘરમાં ઘૂસીને ઘરનો સરસમાન વેરવિખેર કરી નાખ્યો હતો પણ ઘરમાં કાંઈ જ નાં મળ્યું એટલે ચોરોએ ફળિયામાં સુતેલી 15 વર્ષની દીકરીના વાળનો ચોટલો કાપી ભાગી છૂટ્યા હતા.

તસ્કરોએ આ દીકરીનો ચોટલો કાપીને ત્યાં જ કપાયેલા વાળનો ચોટલો નાખીને ભાગી છૂટ્યા હતા. ત્યારે અચાનક રાત્રે પરિવાર જાગી જતા આ બનાવની જાણ થયેલ અને એજ દરમિયાન આખું ગામ ભેગું થઈ ગયું. આ બનાવની જાણ થતાં રાત્રે જ હળવદ પોલીસ દોડી ગઈ હતી. જો કે આ બનાવમાં ખરેખર કોઈ અજાણ્યા શખ્સોએ ખારમાં આ કૃત્ય આચર્યું છે કે પછી કોઈએ જાણી જોઈને કર્યું છે તે અંગે હાલમાં તપાસ ચાલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!