ગુજરાતના નાના એવા ગામડનો યુવન હેતલ પટેલે ન્યુઝીલેન્ડ મા નામ રોશન કર્યુ ! ન્યુઝીલેન્ડમાં પોલીસ….
કહેવાય છે ને કે, જીવનમાં સફળતા ક્યારેક ઘડી ભરમાં નથી મળતી, તેના માટે અનેકગણો સંઘર્ષ કરવો પડે છે. આજે આપણે એ એવા યુવાનની વાત કરીશું જે નાના એવા ગામડમાં રહેતો હોવા છતાં પણ યુવાને ન્યુઝીલેન્ડમાં નામ રોશન કર્યુ ! ચાલો આ યુવાનની સફળતાની કહાની વિશે જાણીએ. વાત જાણે એમ છે કે,જલાલપોરના કાંઠા વિસ્તારમાં રહેતા કોળી પટેલ સમાજના દેશોમાં નોકરી અર્થે રહે છે.
ખાંટ કોળી સમાજના લોકો દેશની સંસ્કૃતિ સાથે ભળી જાય છે. અનેક ક્ષેત્રોમાં તેઓ પોતાનું તેમજ પોતાના વતનનું નામ ઉજાગર કરતા રહ્યાં. છેલજલાલપોર તાલુકાના મટવાડ ગામના 33 વર્ષીય હેતલ પટેલ નામના યુવાને ન્યુઝીલેન્ડમાં સ્થાયી થઈને. પોલીસ ફોર્સ જેવા ફિલ્ડમાં પસંદગી પામી ગૌરવપ્રદ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
મટવાડ ગામના આવડા ફળિયાના વતની એવા હેતલ સુરેશભાઈ પટેલ વર્ષ- 2010માં સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ અર્થે ન્યુઝીલેન્ડ ગયો હતો. ન્યુઝીલેન્ડમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓની નિષ્ઠાપૂર્વકની અને પ્રામાણિકપણે કરાતી કામગીરીથી પ્રભાવિત થઈ તેને પણ પોલીસકર્મી બનવાનું વિચાર્યું. ન્યુઝીલેન્ડની નાગરિકતા નહીં હોવાને કારણે તે ઈચ્છા પુરી કરી શકયો ન હતો પણ તેને ન્યુઝીલેન્ડની નાગરિકતા પ્રાપ્ત થતા હેતલ પટેલે પોતાનું સપનું પૂરું કર્યું.
હેતલ પટેલે પોલીસ બનવા માટે ન્યુઝીલેન્ડના વેલીંગ્ટન શહેર સ્થિત રોયલ ન્યુઝીલેન્ડ પોલીસ કોલેજ જોઈન્ટ કરી તેમાં ગ્રેજયુએશન પૂર્ણ કર્યુ હતું.પોલીસ બનવા તેઓએ છેલ્લા છ વર્ષથી અથાક મહેનત કરી હતી અને આખરે પોતાનું સપનું પૂરું કર્યું.હેતલ પટેલ હાલ ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં પોલીસ કર્મી તરીકે સેવા બજાવી રહ્યો છે. તે ન્યુઝીલેન્ડમાં વસતા કોળી પટેલોની સાથે પોતાના વતન મટવાડ ગામ અને સમગ્ર કાંઠા વિસ્તારના કોળી સમાજ માટે ગૌરવની વાત છે
