ગુજરાત ના દરેક ગામ ને આવા સરપંચ મળી જાય તો ગુજરાત ની કાયાપટલ થઈ જાય ! સરપંચ એ એવુ કાર્ય કર્યુ કે….
ગાંધી બાપુ કહેતા કે, ભારતનું ભવિષ્ય ગામડાઓમાં ધબકે છે. આજે શહેરથી વધુ ગામડાઓ વિકસિત બની ગયા છે. ત્યારે ખરેખર આ એક ખૂબ જ સારી વાત કહેવાય છે. આજે ભારતનાં તમામ રાજ્યોમાં ગામડાઓમાં અનેક પ્રકારનાની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે અને ગામડાની કાયા પલટ થઈ છે. ગામડાનાં વિકાસમાં સૌથી મહત્વનો ફાળો સરપંચનો હોય છે. સરપંચ દ્વારા જ ગામનો વિકાસ શક્ય છે. આજે આપણે એક એવા સરપંચ વિશે જાણીશું કે તમને ગર્વ થશે.
ભારતમાં લોકશાહી છે, જ્યાં લોકોદ્વારા જે વ્યક્તિ ચૂંટાય છે, એ વ્યક્તિ સત્તા પર આરૂઢ થાય છે. હાલમાં જ જ્યારે સરપંચના ચુનાવ આવ્યા હતા તેમાં યુવાન થી લઈને વૃદ્ધ લોકો વિજય થયા અને સરપંચ બન્યા, જેમાં અનેક મોટેભાગના નાની વયમાં તો ખૂબ જ મધ્યમવર્ગના હોવા છતાં પણ લોકો એ તેમના વ્યક્તિત્વ અને સ્વભાવના લીધે પોતાના ગામના સરપંચ તરીકે પસંદ કરેલા. આજે આપણે એક એવા સરપંચ વિશે જાણીશું જે દરેક લોકો માટે પ્રેરણાદાયી બની રહેશે.
ગુજરાતનાં અમરેલી જિલ્લાના બાબારા તાલુકામાં ગમા પીપળીયા ગામમાં આ વર્ષે પંચાયત ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગામના લોકોએ સપૂર્ણ વિશ્વાસ સાથે ગામના વયો વૃદ્ધ છગનભાઈ શિંગાળાને સરપંચના તરીકે પસંદ કરેલા.હવે તમે વિચારશો કે, તેઓ ગામના ખૂબ જ શ્રીમંત હશે તેમજ જન સેવામાં સતત કાર્યશીલ રહેતા હશે. તમે જે વિચારો છો એના થી સાવ અલગ જ છગન ભાઈની છબી છે.ખાસ વાત એ કે, પીપળીયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં છગનભાઈ શિંગાળાની 500 મતના લીડથી જીત થઈ હતી.
આશ્ચર્ય અને ખુશીની વાત એ છે કે છગનભાઈ શિંગાળા ખુદ સફાઈ કર્મી છે. તેમજ મતદાનના આગલા દિવસે પણ છગનભાઈ ગામની સફાઈનું પોતાનું કામ બંધ રાખ્યું નહોતું પણ પૂરા ખંતથી પૂરું કર્યું હતું. ખરેખર વિચાર કરો જ્યારે એક સફાઈ કર્મચારી આવા ઉચ્ચ પદને પામી શકતા હોય તો આજની યુવા પેઢી ક્યાં સુધી પહોંચી શકે છે. ગામના લોકો નવા સરપંચ છગનભાઈ શિંગાળાનાં સાદગી અને નિખાલસ વ્યક્તિત્વ નાં લીધે કર્મનિષ્ઠ કર્મયોગીને ગામનું સુકાન સોંપી માત્ર અમરેલી જિલ્લા જ નહીં પણ સમગ્ર ગુજરાત માટે ઉત્તમ પ્રેરણાદાયી ઘટના છે.