ગુજરાત ના છોટે સરદાર વિઠ્ઠલભાઈ રાદડિયા નો જન્મ આ ગામ મા થયો હતો ! તેમની એવી અનેક વાતો છે તમે નહી જાણતા હોય
આજે વાત કરીશું આપણે ગુજરાતનાં છોટે સરદાર વિશે જેઓ ખેડૂતો માટે આર્શિવાદ રૂપ સમાન છે. ખરેખર તેમના થકી અનેક ખેડૂતોનું જીવન ખુશહાલ બન્યું હતું. આજે ભલે તેઓ આ દુનિયામાં નથી રહ્યા પણ લોકોના હૈયામાં આજે પણ તેમનું નામ માન સન્નમાન થી લેવાય છે. આ રાજ નેતા એટલે વિઠલભાઈ રાદડિયા.વિઠ્ઠલભાઈનું 61 વર્ષની વયે અવસાન થયું હતું અને તેમના નિધન થી લાખો ખડૂતોને આઘાત લાગ્યો હતો. ચાલો એવા મહાન રાજનેતાના જીવન પર એક નજર કરીએ કે કંઈ રીતે વિઠ્ઠલભાઈ પોતાની લોકપ્રિયતા હાંસિલ કરી.

ખેડૂતોના તાત અને રાજનેતા વિઠ્ઠલભાઈનો જન્મ 8 નવેમ્બર 1958માં જામ કંડોરણામાં થયો હતો. તેઓ જીવનભર સુધી ખેડૂતોનાં હીત અર્થે કામ કરતા રહ્યા અને તેઓ ખેતી અને સમાજ જીવનના પાયામાં રહ્યા છે. ખાસ કરીને વિઠ્ઠલભાઈ લેઉઆ પટેલ સમાજમાં પણ આગળ પડતું સ્થાન ધરાવતા હતા. તેઓ સમાજમાં અલગ અલગ હોદ્દાઓ પર સેવા આપી . સમાજમાં તેમના દાન અને ધર્મના કાર્ય ને આજે પણ લોકો યાદ કરે છે અને હાલમાં પણ તેમના દીકરા જયેશભાઇ પણ પિતાના માર્ગે ચાલી રહ્યા છે.

તેમને રાજનીતીમાં આવ્યા પછી ખેડૂતો માટે સરકારમાં વિઠ્ઠલભાઈએ પ્રશ્નો હંમેશા ઉઠાવ્યા છે.ખેડૂતોને અકસ્માત વીમો અપાવવાની શરૂઆત વિઠ્ઠલભાઈએ કરાવી હતી. વિઠ્ઠલભાઈનું ખેડૂત નેતા તરીકે મોટું નામ હતું. તેમના પુત્ર જયેશ રાદડિયા ગુજરાત સરકારમાં ભૂતપૂર્વ મંત્રી છે.
તમને જાણીને નવાઈ લાગશે કે,વિઠ્ઠલ રાદડિયા વર્ષ 2014થી 2019 સુધી પોરબંદરના સાંસદ રહી ચુક્યા છે. વિઠ્ઠલ રાદડિયા છેલ્લે પોરબંદરમાંથી સાંસદ હતા.

વિઠ્ઠલભાઈ રાદડિયા B.A.ની ડીગ્રી ધરાવતા હતા. રાજનીતિમાં આવતા પહેલા તેઓ સામાજિક કાર્યકર હતા. તેઓ તેમના વતન જામ કંડોરણામાં 45 વિઘામાં ગૌશાળા ચલાવતા હતા.
વિઠ્ઠલભાઈએ જામકંડોરણા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પોતાની રાજકીય કારકીર્દિની શરૂઆત કરી હતી. ત્યાંથી લઈને તેઓ ધારાસભ્ય અને સાંસદના પદ સુધી પહોંત્યા હતા આ દરમિયાન તેઓ ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીમાંથી તેમને પોતાનું નેતુત્વ કર્યું અને લોકો પણ પાર્ટી જોઈને નહિ પણ તેમના વ્યક્તિત્વ જોઈને મત આપીને વિજય બનાવતા.

રાદડિયાનો પુત્ર કલ્પેશ 20 વર્ષનો હતો ત્યારે કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ પામ્યો હતો. 2014માં રાદડિયાએ કલ્પેશની વિધવા મનીષા સાથે તેના બીજા લગ્ન કલ્પેશના મિત્ર હાર્દિક ચોવટીયા સાથે કર્યા હતા અને સમાજમાં એક ઉત્તમ દાખલ બેસાડ્યો અને પુત્રવધૂને કરોડો રૂનો કરિયાવર પણ આપ્યો હતો. આ સિવાય તેમને જામકંડોરણામાં કન્યાઓને આગળ લાવવા અને ભણાવવા માટે તેમણે ઘણું કામ કર્યું છે. વિઠ્ઠલભાઈના નિધનથી સૌરાષ્ટ્રએ તેનો સાવજ ગુમાવ્યો છે.
