Gujarat

જોઈ લો આ અમદાવાદ થી નજીક ના બેસ્ટ વોટર પાર્ક નુ લીસ્ટ ! ગરમી મા ઠંડક નો અહેસાસ કરવાને અને અનેક રાઈડ ની મજા…

હાલમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે, ત્યારે કાળઝાળ ગરમીમાં સૌ કોઈ પરેશાન છે, ત્યારે સૌ કોઈ વોટરપાર્કમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો? અમદાવાદ થી નજીક ના બેસ્ટ વોટર પાર્ક નુ લીસ્ટ ! ગરમી મા ઠંડક નો અહેસાસ કરવાને અને અનેક રાઈડ ની મજા માણી શકો છો. ચાલો અમે આપણે આ તમામ વોટરપાર્ક વિશે જણાવીએ. તેમાંના કેટલાક તો સ્પેશ્યલ પેકેજની સુવિધા પણ આપે છે અને સાથે કેટલાકમાં સ્કૂલના બાળકોને સ્પેશ્યિલ ડિસ્કાઉન્ટ પણ આપે છે. આ દરેક વોટરપાર્કની મુલાકાત લઇને તમે આનંદ સાથે દિવસ પસાર કરી શકો છો. આ પ્રવાસ તેમને માટે યાદગાર બની શકે છે. તો જાણો અમદાવાદના કયા વોટરપાર્ક્સની ફી શું છે અને તેમાં શું સુવિધાઓ મળી રહી છે.

શંકુઝ વોટરપાર્ક, મહેસાણા : આ વોટરપાર્કમાં ટ્વીસ્ટિંગ રાઇડ્સ, એક્લા ટ્યુબ્સ અને રોલિંગ વેવ પુલ્સની સાથે સાથે લોન્ચ ચેર્સ, પિકનિક સ્પોટની મજા પણ માણી શકો છો. અહીનીં રાઇડ્સમાં Zip Zap Zoom, Aqua Tube, Wave Pool, Shanku’s Twister, Aqua Shuttle, Racing Slide, Giant Octopus, Tumble Jumble, Lazy River, Rain Dance,Kiddies Corner, Kids Planet I & II, Wet Discoની મજા માણી શકો છો. આ વોટરપાર્ક સવારે 11 વાગ્યથી સાંજે 5.30 સુધી ખુલ્લો રહે છે. અહીં એન્ટ્રી ફી સોમથી શુક્ર માટે 500 રૂપિયા છે અને શનિવાર અને રવિવારના દિવસે આ ફી 600 રૂપિયા નક્કી કરેલી છે. અહીં તમે પાણીની મજાની સાથે ફૂડની મજા પણ માણી શકો છો અને તમારા આનંદમાં વધારો કરી શકો છો.

સ્પ્લેશ વોટર પાર્ક : અમદાવાદથી 7 કિમીના અંતરે સ્પ્લેશ વોટર પાર્ક આવેલું છે. અમદાવાદથી માત્ર 7 કિમીના અંતરે સ્પ્લેશ વોટર પાર્ક આવેલું છે. વોટર રાઇડ્સ વેવ્સ, મોટર રાઇડ, સ્વિમિંગ તથા રેઇન ડાન્સની મજા માણી શકો છો. આ વોટર પાર્કમાં નાની-મોટી 25 જેટલી રાઇડ્સ આવેલી છે. આ વોટર પાર્કનું કુદરતી વાતારવરણ તમારા મનને શાંતિની સાથે-સાથે એક નવી તાજગીનો અનુભવ કરાવી શકે છે. અહીંનો સમય સવારે 10થી સાંજના 7 વાગ્યા સુધીનો રહે છે. એડલ્ટ માટે અહીં લંચ સાથે 750 રૂપિયા અને લંચ વિના 600 રૂપિયા ફી છે. બાળકો માટે લંચ વિના 500 રૂપિયા અને લંચ સાથે 600 રૂપિયા ફી આપવામાં આવે છે.

જલધારા વોટરપાર્ક, કાંકરિયા : અમદાવાદના કાંકરિયામાં આવેલો આ વોટરપાર્કને ખૂબ જ મોટા વોટરપાર્કનું સ્થાન આપવામાં આવ્યું છે. અહીં તમે તમારા ફેમિલિ સાથે સારી રીતે સમય પસાર કરી શકો છો. જો અહીંની રાઇડ્સની વાત કરવામાં આવે તો અહીં તમે મ્યુઝિકલ એક્વા ડાન્સ વીથ બ્લિન્કિંગ સ્ટારની મજાની સાથે સ્પલ્શ પુલ અને બાળકોની રાઇડ્સને માણી શકો છો.અહીં સૌથી મોટી એવી સાયક્લોન રાઇડ્સને પણ રાખવામાં આવલી છે. જેમાં બાળકો ખૂબ જ સારી રીતે એન્જોય કરતા હોય છે.

વન્ડરલેન્ડ વોટરપાર્ક : આ વોટરપાર્ક આર્કષણ છે. અહી જે સ્નો રૂમ બનાવવામાં આવ્યો છે તેને -5 ડિગ્રીની મદદથી ટૂરિસ્ટને માટે બનાવી રાખવામાં આવ્યો છે. અહીંના ખાસ આર્કષણોની વાત કરવામાં આવે તો તેમાં સ્નોમાં રમવાની વ્યવસ્થા, Aqua Roller, Aqua Ball,Funny cars, DesertBikes, Bumper balls, Funky Cars, Zorb, Joy Train, Joy Boats જેવી રાઇડ્સ પણ છે. અહીંના ટ્રાફિક આઇલેન્ડ અને સ્નો પાર્કની મુલાકાત પણ એકવાર લેવા જેવી ખરી, અહીંની આ ખાસ રાઇડ્સને માટે પ્રોફેશનલ્સ રાખવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!