Gujarat

ટેસ્ટ મોનીટરીંગ સેલ એક્શન મોડ મા ! એક જ દીવસે ગુજરાત ના ત્રણ શહેરો મા દરોડા કરી આટલો દારુ ઝડપી લીધો…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, જ્યાર થી સ્ટેટ મોનીટરીંગ સેલ નિલર્પિત રાય ની હેઠળ કામગીરી કરી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં અનેક જગ્યાએ દારપર નશાબંધી અને ગેરકાનુની વેચાણ અને ખરીદી બંધ કરાવી છે. હાલમાં જ સ્ટેટ મોનીટરીંગ સેલ એક જ દીવસે ગુજરાત ના ત્રણ શહેરો મા દરોડા કરી આટલો દારુ ઝડપી લીધો. ચાલો આ ઘટના અંગે વધુ વિગતો જણાવીએ કે આખરે કંઈ રીતે આ દારૂનો જથ્થો પડવામાં આવ્યો.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ગઈ કાલે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગુજરાતના સુરત, દાહોદ અને ભાવનગરમાં પ્રોહીબિશન રેઈડ પાડવામાં આવી હતી.આ દરમિયાન જ ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને દેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. તા. 13 જુલાઈના રોજ સુરતના ઓલપાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંમાંથી નામચિન બુટલેગર અતુલ રાઠોડને ત્યાં દરોડા પાડીને રૂ.50,365 ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને દેશી દારૂ તથા અન્ય મળીને કુલ રૂ.79,365 નો મુદ્દામાલ કબજે કરાયો હતો.તેમજ આ જ કાર્યવાહી માં 3 આરોપી ઝડપાયા હતા, જ્યારે 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.

આ આરોપીનઓને ઝડપયા બાદ ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી હતી. જ્યાં કુખ્યાત બુટલેગર નવીન ગોહેલ ઉપર પ્રોહીબિશન રેઈડ પાડવામાં આવી હતી.જેમની પાસેથી રૂ. 55,470 ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. તેમજ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ફરાર 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આ દરોડામાં કુલ રૂ. 2.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી કે દાહોડ જિલ્લાના લીમખેડા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે રહેતા બળવંતભાઈ ભેમાભાઈ ભુવાલીયા તથા વજેસીંગ લાલજી ભુવાલીયા દ્વારા દારૂની હેરફેર કરવામાં આવી રહી છે. જેમાં પકડાયેલા 3 આરોપીઓ ઝડપાયા હતા જ્યારે ફરાર 1 આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે. જ્યારે તેઓની પાસેથી રૂ. 26,300 ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ મામલે એસએમસી દ્વારા કુલ રૂ.1.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!