Gujarat

પતિના મુત્યુ પછી 84 વર્ષના વૃદ્ધ મહિલા દરરોજ 300 લોકોને ની:શુલ્ક ભોજન કરાવે છે.

અન્ન દાન એ મહાદાન! આપણે ત્યાં કહેવાય છે ને કે ભુખ્યાને ભોજન કરાવવું એ માણસનું કર્તવ્ય છે. આપણે ત્યાં કહેવાય છે કે,જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરી ઢુકડો. ખરેખર આ વાતને સાર્થક કરી છે, એક વૃદ્ધ મહિલાએ ની સ્વાર્થ ભાવે ભુખ્યા લોકોને ભોજન કરાવે છે. ત્યારે ચાલો અમે આપને આ મહિલા વિશે જણાવીએ કે આખરે આ મહિલા કોણ છે અને શા માટે તે આ સદ્દકાર્ય કરી રહ્યા છે.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે, ગુજરાતના વડોદરામાં રહેતા નર્મદાબેન પટેલ જેઓ 84 વર્ષની ઉંમરે તેઓ જરૂરિયાતમંદ લોકોની સેવા કરે છે. વર્ષ 1990માં તેમણે પતિ રામદાસ ભગત સાથે મળીને ‘રામ ભરોસે’ અન્નાશ્રય શરૂ કર્યું હતું. આ પહેલ અંતર્ગત તેમણે શહેરમાં જરૂરિયાત હોય તેવા લોકને મફતમાં જમવાનું આપવાનું શરૂ કર્યુ હતું. નર્મદાબેન કહે છે કે, “મારા પતિની આવી ઈચ્છા હતી. પહેલા અમે જમવાનું બનાવીને સ્કૂટર પર આપવા માટે જતા હતા. બાદમાં ઘણા બધા લોકો આવવા લાગ્યા હોવાથી અમે રિક્ષામાં જવાનું શરૂ કર્યું હતું.

કહેવાય છે ને જ્યારે તમે સારું કાર્ય કરો છો ત્યારે તેનાથી અંનતગણું ભગવાન તમને આપી દે છે. આમ પણ ઈશ્વરે આપેલું આપણે સારાકાર્યોમાં વાપરીએ ત્યારે તેનું ફળ સારું જ મળે છે. લોકોની મદદ થી નર્મદાબેને આ કામ માટે એક વેન પણ લીધી હતી. તેમની પહેલનું નામ ‘રામે ભરોસે’ છે. આ જ દિવસ સુધી તેમને કોઈ પણ કામ માટે કંઈ માંગવાની જરૂર નથી પડી. આ ઉંમરે પણ તેઓ સવારે છ વાગ્યે ઉઠે છે અને જમવાની બનાવવાનું શરૂ કરે છે. દાળ, શાકભાજી, રોટલી વગેરે બનાવીને મોટાં મોટાં ડબ્બામાં પેક કરીને તેને વેનમાં રાખીને સયાજી હૉસ્પિટલમાં લઈ જાય છેત્યાં જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના પરિવારના લોકોને જમવાનું આપે છે. નર્મદાબેન દરરોજ 300 લોકોનું પેટ ભરે છે.

આ કામ માટે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ એપીજે અબ્દુલ કલામે પણ તેમને સન્માનિત કર્યાં હતાં. વર્ષ 2001માં મારા પતિ હૉસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા. ડૉક્ટરોએ કહ્યુ કે તેઓ વધારે સમય સુધી જીવતા નહીં રહે એટલે વેન્ટિલેટર હટાવી લેવામાં આવે. આ સમયે હું વાનમાં ખાવાનું મૂકીને જરૂરિયાતમંદ લોકોને આપવા માટે ગઈ હતી. મેં ડૉક્ટરોને કહ્યું કે હું આવું ત્યાં સુધી રાજ જુઓ, તમે નર્મદાબેને જણાવ્યું હતું.પતિના ગયા બાદ પણ નર્મદાબેન આ કામ બહુ સારી રીતે કરે છે. તેણી દરરોજ વધારેમાં વધારે લોકોનું પેટ ભરવાના દ્રઢ નિશ્ચય સાથે જાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!