13 વર્ષ હક ની લડત લડ્યા બાદ બાઇક અકસ્માતમાં મૃત્યુ પામેલી વ્યક્તિ માટે કોર્ટે એવો ચુકાદો આપ્યો કે
મિત્રો આપણે અવાર નવાર અનેક અકસ્માતો અંગેના કિસ્સાઓ જોતા અને સંભાળતા હોઈએ છીએ. આવા અકસ્માતોના કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે જયારે અનેક લોકો ને ઈજા પણ પહોચે છે. અકસ્માત માં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવાર પર શું વીતતી હશે તે કદાચ આપણે જાણીપણ ના શકીએ પરંતુ આપણે સૌ પોતાના સ્વજનોને ખોવાનું દુખ સારી રીતે જાણીએ છીએ.
પરંતુ જો આવા અકસ્માત માં ઘર ચલાવનાર મુખ્ય વ્યક્તિનું મોત થઇ જાય તો ? આ બાબત વિચારતા જ આપણા રુવાડા બેઠા થઇ જાય છે. કારણ કે આખા પરીવાર નું ભરણ પોષણ કરતો વ્યક્તિ અકસ્માત માં મૃત્યુ પામે તો તેના મૃત્યુ પછી તેના પરિવાર ની સ્થિતિ ઘણી જ દઈનીય બની જાય છે. તેમને ખોરાકથી લઈને જીવન જરૂરી ચીજ વસ્તુઓ માટે વલખા મારવા પડે છે.
પરંતુ કહેવાઈ છે કે જેની મદદ કોઈ ન કરે તેવા વ્યક્તિઓની મદદ સ્વયમ ભગવાન કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારત એક લોકતાંત્રિક દેશ છે અહી કાયદા અને કાનુન લોકો ની રક્ષા અને હિફાસત માટે બનાવવામાં આવ્યા છે. માટે દરેક વ્યક્તિએ દેશના કાયદા અને કાનુન પર વિશ્વાસ રાખવો જોઈએ. આવોજ એક કિસ્સો હાલના સમય માં સામે આવ્યો છે કે જ્યાં એક પરિવાર ના લોકોએ ઘણા લાંબા સમય સુધી પોતાના હકની લડાઈ કોર્ટ માં લડી અને અંતે કોર્ટે જે ફેસલો આપ્યો તે જાણી તમને પણ નવાઈ લાગશે.
મિત્રો આ બાબત વર્ષ 2009 માં એક બાઈક ચાલક કે જે અકસ્માતમાં મૃતયુ પામ્યો હતો તેના મૃત્યુ પછીના વળતર અંગેની છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ ઇન્સોરંસ શા માટે કઢાવે છે કારણ કે તેના મૃત્યુ પછી તેનો પરિવાર આ પૈસા નો ઉપયોગ પોતાની જરૂરિયાત સંતોષવા માટે કરી શકે તેવા હેતુથી લોકો ઇન્સોરંસ ઉતરાવે છે. આપણે અહી જે બનાવ વિશે વાત કરવાની છે તે કઈક આવીજ છે. તો ચાલો આ બાબત અંગે વિસ્તારથી માહિતી મેળવીએ.
આ ઘટના વર્ષ ૨૦૦૯ ની છે કે જ્યાં ઉપલેટા તાલુકા માં આવેલ મોટી પાનેલી ગામમાં એક અકસ્માત સર્જયો હતો. આ અકસ્માત ના કારણે બાઈક ચલાવનાર વ્યક્તિ નું મોત થયું હતું. જો અકસ્માતમા મૃત્યુ પામેલા વ્યક્તિ વિશે વાત કરીએ તો તમને જણાવી દઈએ કે આ વ્યક્તિ, પાંઉભાજી ની લારી ચલાવી ને પોતાના ઘર અને પરિવાર નું ભરણ પોષણ કરતો હતો. વળી આ વ્યક્તિ પોતાના પરિવારમાં એકલો જ એવો હતો કે જે કમાતો હતો. આમ સમગ્ર પરિવાર ની જવાબદારી આ અકસ્માત માં મૃત્યુ પામેલા વ્યક્તિ પર હતી.
તેમના મૃત્યુ પછી તેમના પરિવારે વળતર અંગે અદાલત સમ્ક્ષ માંગ કરી અને ધોરાજી કોર્ટમાં આ પરિવાર વતી વકીલ રમેશ નવડિયાએ આ પરિવાર ના લોકો ને વળતર મળે તે હેતુથી ઇન્શ્યોરન્સ કંપની સામે ધોરાજી કોર્ટમાં અપીલ કરી. તેના પછી આ અદાલતે એવું જણાવ્યું કે મૃતયુ પામનાર વ્યક્તિની માસિક આવક ની રકમ રૂપિયા 3૦૦૦ લેખે 7.19 લાખનું વળતર રકમ ચૂકવવા ઇન્શ્યોરન્સ કંપની ને જણાવ્યું, વળી આ અકસ્માત માં આ બાઈક ચાલાવનાર વ્યક્તિની બેદરકારી માનીને વળતર ની રકમ માંથી 10% રકમ કાપી 6.47 લાખની રકમ ચૂકવવા કહ્યું હતું.
પરંતુ આ ચુકાદાથી પરિવાર ના લોકો સંતુષ્ટ ના હતા માટે તેઓ આ ચુકાદા સામે ગુજરાત હાઇકોર્ટ નો સહારો લીધો. આમ કરતા પરિવારના લોકોએ માસિક આવકની ગણતરી ખોટી માનીને તેની સામે વાંધો ઉઠાવ્યો આ ઉપરાંત પરિવાર ના લોકોની માંગ અન્ય મળવાપાત્ર લાભોની રકમ વધારવા માટે પણ દલીલ કોર્ટ સમક્ષ કરી હતી.
તેના પછી હાઇકોર્ટ દ્વારા આ મૃતયુ પામેલા વ્યક્તિ ના બેંકના આર્થિક વ્યવહારો ઉપરાંત તેમનાં બાળકોના ખર્ચ, અને રિકરિંગ એકાઉન્ટની વિગતો કોર્ટમાં રજૂ કરી હતી અને તેની તપાસ કરી. જેના પછી પરિવારમાં 8 લોકોના ગુજરાન માટે 3 હજારની માસિક આવક પર્યાપ્ત ન હોવાની દલીલ કરી હતી. ત્યાર બાદ હાઇકોર્ટે પોતાનો ચુકાદો જણાવતા કહ્યું કે આ મૃતયુ પામનાર વ્યક્તિની આવક 18 હજારથી ઓછી હોય ન શકે, જેથી કોર્ટે આ પરિવાર માટે રૂપિયા 18 હજાર ની આવક નક્કી કરીને પરિવાર ને કુલ 32 લાખ 29 હજારની રકમ ચૂકવવા ઈન્શ્યોરન્સ કંપનીને આદેશ કર્યો હતો. ઉપરાંત ઈન્શ્યોરન્સ કંપનીને રૂપિયા 10 હજારના દંડ પણ ફટકાર્યો.
