Entertainment

ગુજરાતી લોક ગાયક દિવ્યા ચૌધરી હાલ ફેમીલી સાથે આ દેશ ના પ્રવાસે છે. જુઓ ખાસ તસવીરો

હાલમાં ગુલાબી ઠંડીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે અનેક લોકો દેશ વિદેશના પ્રવાસે જઇ રહ્યા છે, ત્યારે ગુજરાતના લોકપ્રિય કલાકાર એવા દિવ્યા ચૌધરી પણ પોતાના પરિવાર સાથે વિદેશ પ્રવાસ ગયા છે અને પોતાના પ્રવાસની યાદગાર તસવીરો તેમને શેર કરી છે. આ તસવીરો જોઈને તમે પણ આશ્ચય પામી જશો કે કઇ રીતે તેઓ પ્રવાસનો આનંદ માણી રહ્યા છે. ચાલો અમે આપને વિગતવાર જણાવીએ કે આખરે આ અભિનેત્રી ક્યાં ફરવા ગયા છે.


વૈભવશાળી જીવન જીવનાર આંજણા ચૌધરી સમાજ નું ઘરેણું દિવ્યા ચૌધરી ભગવાન પણ ભુલા પડ્યા ” સોંગ થી લોકપ્રિય થયેલ..તેનું મ્યુઝિક આલ્બમ 2004માં રિલીઝ થયો હતો અને તેણે અનેક ચાહકો ઊભા કર્યા છે મિત્રો તમને જણાવી દઇએ કે ખેરાળુ તાલુકાના છેવાડાના મંડાલી ગામની કોકિલકંઠી દિવ્યા ચૌધરી જેને મિકેનિકલ એન્જીનીયરની ડીગ્રી પ્રાપ્તકરી છે, પરંતુ દિવ્યાને શરૂઆત થી જ સિંગિંગનો ખુબજ શોખ હતો હાલમાં ગુજરાતની લોકપ્રિય ગાયક દિવ્યા ચૌધરી બની રહી છે.

દિવ્યા ચૌધરીએ એક સિંગર તથા આર્ટીસ તરીકે ગુજરાત તથા ભારત ભર માં નામના મેળવી છે તેનું મ્યુઝિક ટ્રેડીશનલ મ્યુઝિક ગ્રુપ ધૂમ મચાવી રહ્યું છે 2002માં તેણે તેના સુરીલા કંઠે ગીત ગાઇ લોકોના હૃદયમાં સ્થાન જમાવી દીધું છે. ગુજરાતમાં નવરાત્રી મહોત્સવો માં દાંડિયા કવીન તરીકે છાપ ઊભી કરે છે. દિવ્યા આજે પોતાના સોંગ દ્વારા લોકોને મંત્રમુગ્ધ કરી દે છે.

લગ્ન બાદ દિવ્યા ચૌધરી સુખી દામ્પત્યજીવન પસાર કરી રહી છે અને આજે દિવ્યા ચૌધરી એક સંતાનની માતા છે તેમજ હાલમાં જ તે પ્રથમ વાર પરિવાર સાથે દુબઇના પ્રવાસે છે અને આ તસવીરો તેમને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.

સૌ ચાહકોએ પણ દિવ્યના ખૂબ જ વખાણ પણ કરી રહ્યા છે. હાલમાં તો તેઓ હજુ દુબઈમાં આનંદ દાયક પળો વિતાવી રહ્યા છે, ટૂંક સમયમાં તેઓ દુબઇ પ્રવાસની યાદગાર પળો પોતાના ચાહકો સાથે શેર કરે તો નવાઈ નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!