Entertainment

ગુજરાતી અભિનેત્રી ખુશી શાહના ઘરે પારણું બંધાયું, બાળક સાથેની પહેલી પળ કરી શેર…જુઓ તસવીરો,

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુશીઓનો માહોલ છવાઈ ગયો છે. વાત જાણે એમ છે કે, ‘નાયિકા દેવીઃ ધ વોરિયર ક્વીન’માં મુખ્ય પાત્ર ભજવનારી ખુશી શાહ માતા બની ગઈ છે અને પોતાના બાળક સાથેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. તમને જણાવીએ દઈએ કે તા. 19 નવેમ્બરે પરિવારના સભ્યો અને અંગત મિત્રો સાથે ડબલ સેલિબ્રેશન કર્યું હતું.

વાત એમ છે કે, આ દિવસે તેનો 37મો બર્થ ડે હતો તેમજ સોશિયલ મીડિયા પર બેબી શાવરની તસવીરો શેર કરીને પ્રેગ્નેન્સીની જાહેરાત પણ કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં ખુશી શાહ લખ્યું હતું ‘આજે મારો બર્થ ડે છે અને આ ખાસ દિવસે હું મારી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી રહી છું. ખુશીઓ રસ્તામાં છે.

હું તે તમામનો આભાર માનવા માગું છું જેઓ મારી જર્નીનો ભાગ રહ્યા છે. મેં દીકરી, બહેન, પત્ની તેમજ વહુની ભૂમિકા અદા કરી છે. હવે મા બનવા જઈ રહી છું. આ કરતાં વધારે ખુશી બીજી કોઈ નથી. આ ભેટ આપવા માટે હું ભગવાનની આભારી છું.

લવ યુ ઓલ. જય મા લક્ષ્મી’. કોમેન્ટ કરતાં ઈન્ડસ્ટ્રીના મિત્રોએ તેને અભિનંદન પાઠવ્યા હતા. ખુશીએ 10 વર્ષના રિલેશનશિપ તેમજ 3 વર્ષના લગ્નજીવન બાદ અમે પેરેન્ટહૂડની જર્ની તરફ આગળ વધવાનું નક્કી કર્યું હતું અને આખરે હવે ખુશી શાહ માં બની ગઇઇ છે.

માર્ચ મહિનાની પહેલી તારીખેખે ખુશી શાહે દીકરાને જન્મ આપ્યો છે અને આ ખુશીની વાત શેર કરતા તેને જણાવ્યું છે કે શ્રીનાથજી અને મા લક્ષ્મીજીની અસીમ કૃપાથી અમારા ઘરે પુત્ર રત્ન પ્રાપ્ત થયેલ છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે, પોતાના બાળકનો ચહેરો હજુ સુધી કોઈને દેખાડવામાં આવ્યો નથી. ટૂંક સમયમાં અન્ય તસવીરો પણ સામે આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!