સુર્યવંશી ફીલ્મ મા આ ગુજરાતી અભિનેત્રી એ દમદાર એક્ટીંગ કરી સૌના દિલ જીતી લીધા! જાણો કોણ છે આ અભીનેત્રી
કોરોના બાદ પહેલીવાર કોઈ ફિલ્મ બોક્સ ઓફીસ પર રિલીઝ થઈ અને આવતાની સાથે જ 100 કરોડની કલબમાં સામેલ થઈ ગઈ. આપણે સૌ કોઈ જાણીએ છે કે, અક્ષય કુમાર તથા કેટરીના કૈફની ફિલ્મ ‘સૂર્યવંશી’ને ધમાકેદાર રિસ્પોન્સ મળ્યો છે. સૌથી ખાસ વાત એ છે કે અક્ષય કુમાર તથા કેટરીના કૈફે 11 વર્ષ પછી આ ફિલ્મમાં સાથે કામ કર્યું છે. આ ફિલ્મ જ્યારે ભારત લોકપ્રિયતા પામી છે. ત્યારે આ ફિલ્માં એક ગુજરાતી અભિનેત્રી એ માત્ર નાનો એવો રોલ કરીને પણ ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે.
ઘણા લોકો અજાણ હોય છે કે, આ ગુજરાતી અભિનેત્રી છે. પોરબંદર શહેરની આ અભિનેત્રી કોણ છે તે અમે આપને જણાવીશું. આ અભિનેત્રીનું નામ હેલિન શાસ્ત્રી છે. હેલિન શાસ્ત્રી ગુજરાતી છે. ચાહકોએ હેલિનના ઘણાં જ વખાણ કર્યા હતા અને આ સાંભળીને હેલિન એકદમ ભાવુક થઈને રડી પડી હતી. ખરેખર આટલી મોટી બેનરની ફિલ્મમાં લોકપ્રિયતા મેળવવી કાંઈ નાની મોટી વાત નથી. આવું ભાગ્યે જ મળતું હોય છે કામ કે લોકો તમારા નાના કામની પણ નોંધ લેતા થઈ જાય.
અમે આ અભિનેત્રી વિશે વિસ્તુત જાણકારીએ આપીએ તો આ ફિલ્મમાં હેલિન શાસ્ત્રીએ ATS (એન્ટી ટેરરિસ્ટ સ્કવૉડ) માલવિકા ગુપ્તાનો રોલ ભજવ્યો છે. સો.મીડિયામાં વીડિયો શૅર કરીને હેલિને કહ્યું હતું, ‘ફિલ્મમાં મારો રોલ બહુ જ નાનો છે, પરંતુ તમે લોકોએ ઘણી જ પ્રશંસા કરી. મને ખ્યાલ નથી કે હું કેમ રડી રહી છું. કદાચ આ ખુશીના આંસુ છે.’ અન્ય એક પોસ્ટમાં હેલિને કહ્યું હતું, ‘સૂર્યવંશી’ મારા માટે એક ફિલ્મ નહીં, પરંતુ લાગણી છે.’
11 એપ્રિલ, 1993માં પોરબંદરમાં ગુજરાતી પરિવારમાં જન્મેલી હેલિન શાસ્ત્રીનું સાચું નામ હિનલ બાંભણીયા છે. હેલિન ગોંડલમાં મોટી થઈ છે. જોકે પપ્પાની નોકરીને કારણે હેલિન અનેક શહેરોમાં ફરી છે. તેનો પરિવાર દુબઈમાં રહે છે. હેલિને ગુજરાતની સેન્ટ મેરી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. મુંબઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી છે.હેલિને મુંબઈ આવીને શરૂઆતમાં વિવિધ સિરિયલમાં નાના-નાનો રોલ કર્યા હતા, જેમાં ‘યે હૈ મહોબ્બતે’, ‘કુમકુમ ભાગ્ય’, ‘કોડ રેડ’, ‘મે આઇ કમ ઇન મેડમ’ સામેલ છે. ‘અલિફ લૈલા’માં પણ હેલિને મહત્ત્વનો રોલ પ્લે કર્યો હતો.
.2016માં હેલિને મલયાલમ ફિલ્મ ‘ઇન્સ્પેક્ટર દાઉદ ઈબ્રાહિમ’માં ઇન્સ્પેક્ટર ઝરીનાનો રોલ પ્લે કર્યો હતો. આ ઉપરાંત હિંદી ફિલ્મ ‘યે હૈ ઇન્ડિયા’માં પણ હેલિન જોવા મળી હતી. 2018માં લોકપ્રિય ટીવી સિરયલ ‘વિધ્નહર્તા ગણેશ’ તથા ‘તેનાલી રામા’માં પણ કામ કર્યું હતું. ખરેખર આ અભિનેત્રી હાલમાં ખૂબ જ ચર્ચામાં છે અને રાતોરાત લોકપ્રિય બની ગઈ છે. એકવાત સત્ય છે કે ફિલ્મમાં તમારો રોલ એક મિનિટનો હોય કે પછી કલાકનો એ ફરક નથી પડતો કે તમે કેટલા કલાક સુધી પડદા પર રહ્યા છો! આ ફિલ્મમાં હેલીન નાનું પાત્ર ભજવીને પણ દર્શકોના હદયમાં પોતાની ઓળખાણ બનાવી.
