Entertainment

ગુજરાતી ફિલ્મોના ખુખાર વિલન ફિરોઝ ઈરાની નો દિકરો બોલીવૂડ ના હીરોને ટક્કર આપે એવો છે ! જાણો હાલ શુ કરે.

આપણા ગુજરાતીમાં કહેવત છે કે, મોરનાં ઈંડા ચીતરવા ના પડે! આ કહેવતનો અર્થ તો તમે સારી રીતે જાણતા જ હશો કે, જે સંસ્કાર માતા પિતામાં હોય એ તેમના સંતાનોમાં આવે જ છે. આજે આપણે એક એવા જ કલાકાર ની વાત કરીશું જેમણે ગુજરાતી ફિલ્મોમાં અનેકગણું યોગદાન આપ્યું છે, ત્યારે હાલમાં તેમનો દીકરો પણ ગુજરાતી ફિલ્મોમાં પોતાનું યોગદાન આપી રહ્યો છે. બોલીવુડના કલાકારોને પણ માત આપે એટલો હેન્ડસમ અને લુકિંગ ગુડ છે, ફિરોઝ ઇરાનીનો દીકરો અક્ષત ઇરાની.


એક સમય એવો હતો કે, અક્ષત ઇરાની ને કોઈ ઓળખતું નાં હતું. આમ પણ સ્ટારકિડ્સ ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવવા સંઘર્ષ કરવો પડતો નથી. પખ્યાત વિલન ફિરોઝ ઈરાની પોતાના પુત્રને લોન્ચ કરવા માટે મિસ્ટર કલાકાર ફિલ્મ બનાવી અને આ ફિલ્મ દ્વારા જ તેમને પોતાના દીકરાને ગુજરાતી ફિલ્મોમાં આગમન કરાવ્યું.આપને સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતી ફિલ્મોમાં ફિરોઝ ઇરાણીની છાપ એક વિલેન તરીકે ભલે રહી પરતું તેમનો દાયકો હતો ફિલ્મ કોઈપણ હોય પરંતુ વિલેન તરીકે ફિરોઝ ઇરાની મોખરે રહેતા હતા.

અભિનયની દુનિયામાં પોતાનું આગવું સ્થાન બનાવીને ખૂબ જ લોકપ્રિયતા મેળવી એ ખૂબ જ મોટી વાત છે.ફિરોઝએ ગુજરાતી સિનેમા ઈરાનીના પુત્ર અક્ષત ઈરાની માટે મિસ્ટર કલાકારફિલ્મને ફિરોઝ ઈરાનીએ પોતે ડિરેક્ટ કરી છેખરેખર અક્ષત ઇરાની માટે આ પહેલી ગુજરાતી ફિલ્મ હતી અને જેના દ્વારા તે દર્શકો નું દિલ જીતી શકત પરતું આ ફિલ્મ સિનેમા ઘરોમાં દર્શકોને પોતાની તરફ આકર્ષવા માટેફળદાયી નીવડી નહીં! આ ફિલ્મ લોકોના હૈયાં સુધી ન પોહચી શકી પરતું ગર્વની વાત એ છે કે, આ ફિલ્મ દ્વારા અક્ષત ને બેસ્ટ ડેબ્યુ અભિનેતા તરીકે નો જીફામાં એવોર્ડ મળેલ હતો. ત્યારે ખરેખર આ એક ગર્વની વાત કહેવાય.

અક્ષત ઇરાની હાલમાં અભિનય ક્ષેત્ર જ કાર્યરત છે અને તે ખરેખર એટલો સુંદર અને દેખાડવો છે કે, તેની સામે બોલીવુડના અભિનેતાઓ પણ ઝાખા પડી શકે છે. અક્ષત ખૂબ જ એક્ટિવ રહે છે અને સોશિયલ મીડિયા દ્વારા દર્શકો સાથે જોડાયેલ રહે છે. પહેલી ફિલ્મ પછી તેંની કોઇ બીગ બજેટ ગુજરાતી ફિલ્મો તો નથી આવવી પરતું તેની ગુજરાતી સિનેમા ફિરોઝ ઇરાની જેવી જગ્યા બનાવવા માટે ખૂબ જ સઘર્ષ કરવો પડશે.

અભિનય તો તેમના વારસામાં જ છે અને લોહીમાં જે કળા હોય તે એક દિવસ જરૂર ઉભરી આવે છે અને તેમાં કોઈપણ શંકાનું સ્થાન નથી.ખરેખર આપણે જાણીએ છે કે, બોલિવુડમાં એવા ઘણા સ્ટાર કિડ્સ છે કે, જેઓ આજે એટલા સફળ નથી થયા જેટલા તેમના માતા પિતા એ બોલીવુડના સ્થાન બનાવ્યું. અક્ષત બોલીવુડની ફિલ્મોમાં અભિનય કરેલ.છે જેમાં 2017માં સન્ડે નાઈટ તેમજ ડબલ ધમાલ ફિલ્મ એક્ટિંગ કરેલ છે. અક્ષત ફિટનેસમાં લઈને ખૂબ જ સ્ટ્રીક છે અને તે તેના શરીરનું ખાસ ધ્યાન રાખે છે.તેની સુંદરતા સામે સૌ કોઈ કલાકાર ઓછેરા લાગે.

ખરેખર એક દાયકો જરૂર આવશે કે, અક્ષત પણ પિતાની જેમ જ ગુજરાતી સિનેમા પોતાનું પ્રભુત્વ દેખાડશે અને અભિનયની દુનિયામાં લોકપ્રિયતા મેળવશે. હાલમાં અક્ષત ફિલ્મોની દુનિયા સાથે જોડાયેલ છે અને ગુજરાતી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. હાલમાં જ તેમની ગુજરાતી ફિલ્મ ઘંટડી આવી રહી છે આ સિવાય તેને અડકો દડકો ફિલ્મના અભિનય કર્યો છે. હાલમાં તેમની ફિલ્મની સફર ચાલુ જ છે, ત્યારે જોવાનું રહ્યું કે અક્ષત ઇરાની પિતાની જેમ લોકપ્રિયતા મેળવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!