100 થી વધુ ગુજરતી ફીલ્મો મા કામ કરનાર અને સૌને હસાવનાર આ કોમેડી એક્ટર હવે આ દુનિયા મા નથી ! જાણો ખરેખર શુ થયુ…
ગુજરાતી ફિલ્મોમાં જે રીતે હિરો, હીરોઇન અને વિલિનનું પાત્ર મહત્વનું હોય છે, એવી જ રીતે ગુજરાતી ફિલ્મોમાં કૉમેડિયનનું પાત્ર એટલું જ મહત્વનું હોય છે. કોમેડિયનનાં પાત્ર તરીકે સૌથી પહેલા રમેશ મહેતાનું નામ આવે અને ત્યારબાદ 100 થી વધુ ગુજરતી ફીલ્મો મા કામ કરનાર અને સૌને હસાવનાર નાના રમેશ મહેતા તરીકે ઓળખાતા કેસ્ટો ઇકલાબનું નામ સૌથી પહેલા યાદ આવી જાય. આ કોમેડી એક્ટર હવે આ દુનિયા મા નથી ! જાણો ખરેખર શું થયું હતું તેમની સાથે કે તેઓ આજે આ દુનિયામાં નથી. આ દુઃખ દાયક ઘટના થી માહિતગાર કરીએ.

મૂળ ડભોઇના રહેવાસી ઈકબાલ કેસ્ટોને ગુજરાતી ફિલ્મોના ‘છોટે રમેશ મહેતા’ તરીકે ઓળખાતા હતા. તેમણે 100થી વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે.ઈકબાલ કેસ્ટોએ અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. શુ કરીશું, ટેન્શન થઈ ગયું, પટેલની પટલાઈ, ઠાકોરની ખાનદાની સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને જીવનનાં અંત સમય સુધી અભિનયને સાથ આપ્યો અને સૌથી દુઃખદાયી વાત તો એ છે કે, ઇકલાબનું નિધન થયું એ પહેલા તેઓ હજુ તો શૂટિંગમાંથી પરત આવી રહ્યા હતા.

ઈકબાલ અને તેના મિત્રનું નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરમાં મોત નીપજ્યું હતું. તે સમયે ઇકબાલ કેસ્તો ની સાથે મિત્ર કાદર ગુલામ રસૂલ મન્સૂરી પણ હતા.જેઓ પારસીપુરા ગામ પાસેના ફાર્મ હાઉસમાં શૂટિંગ કરવા ગયા હતા. શૂટિંગ બાદ બંને ટુ વ્હીલરમાં મોડી રાત્રે વડોદરા આવી રહ્યા હતા. ત્યારબાદ NH 48 પર વાઘોડિયા બ્રિજથી કપુરાઈ બ્રિજ તરફ જતા માર્ગ પર જય જલારામ ફાબ ફરાસખાના પાસે તેમના ટુ વ્હીલરને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેના કારણે બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

બંનેના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં લવાયા હતા.કાદરભાઈના પુત્ર શાહરૂખ ઉર્ફે શેરુ કાદર મન્સૂરીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંનેના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ મામલાની તપાસ કરવામાં આવી હતી.

કેસ્ટો ઇકબાલ ગુજરાતી ફિલ્મોમાં નાના રમેશ મહેતા તરીકે જાણીતા હતા. તેમણે શુન કરીશુ, ટેન્શન થાઈ ગયુન, પટેલ ની પટલાઈ અને ઠાકોરની ખાનદાની સહિત 100 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમના નિધનથી તેમના ચાહકો શોકમાં ડૂબી ગયા છે. ખરેખર તેમની ખોટ કોઈ પુરી નહીં કરી શકે.
