પઠાન ફીલ્મ વિવાદ મામલે ગુજરાતી અભીનેત્રી આશા પારખે ચોંકાવનારુ નિવેદન આપ્યુ! કહ્યુ કે ” ઓરેંજ કપડા
હાલમાં શાહરુખ ખાન ની આવનારી ફિલ્મ ‘પઠાન’ ને લઈને અનેક પ્રકારના વિવાદો ઉભા થતા જોવા મળે છે. ત્યારે તાજેતરમાં જ આ ફિલ્મના વિવાદ પર દિગ્ગજ અભિનેત્રી આશા પારેખ એ જણાવ્યું હતું કે બોલીવુડ હંમેશાથી જ સોફ્ટ ટાર્ગેટ તરીકે રહ્યું છે. આશા પારેખ એ આ ફિલ્મ માં ભગવા રંગની બિકીની પહેરી હોવાના કારણે ચાલી રહેલા વિવાદ માં કહ્યું હતું કે આપણા વિચારો બહુ જ નાનાં થતા જાય છે જે બહુ જ ખરાબ બાબત ગણાય છે.
દશકો ના સમય થી મનોરંજન જગતમાં સક્રિય રહેતી આશા પારેખ ને આ વર્ષે જ દાદા સાહેબ ફાળકે એવોર્ડ થી નવાઝવામાં આવ્યા છે. જે ઇન્ડસ્ટ્રીઝ માટે બહુ જ મોટું સન્માન ગણાય છે. આવનારી ફિલ્મ પઠાન માં દીપિકા ના કપડાના રંગ ને લઈને ચાલી રહેલા વિવાદમાં આશા પારેખ એ કહ્યું હતું કે વિવાદ બિકીની પર નહોતો. અહીં તો ઓરેન્જ કલર ની બિકીની ને લઈને સવાલો કરવામાં આવી રહયા છે. મને લાગે છે કે હવે આપણું મગજ બંધ થઇ રહ્યું છે.
બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ ને લઈને ફેલનારી નેગેટિવિટી ના વિષે પણ અભિનેત્રીએ જણાવ્યું કે ફિલ્મ તો ફિલ્મ હોય છે. જેનો મૂળ હેતુ તમને મનોરંજન આપવાનો હોય છે. આગળ તેઓએ જણાવ્યું કે જો કોઈએ ઓરેન્જ રંગ ના કપડાં પહેરી લીધા અથવા નામ કંઈક અલગ થઇ ગયું તો આપણે તેને બેન કરવા જય રહયા છીએ. આ બધું સારું નથી લાગતું અને આના કારણે આપણી ઇન્ડસ્ટ્રીઝ મરી રહી છે. આશા પારેખ એ કહ્યું કે આપણી ફિલ્મો ચાલી નથી રહી અને હાલત પહેલા કરતા બહુ જ ખરાબ છે.
કેમકે બોલીવુડ ની ફિલ્મો સારી ચાલતી નથી અને એવામાં આવા બાયકોટ અને બૅન જેવી વસ્તુ થી વધારે નુકશાન થાય છે. આશા પારેખ એ લોકોને સચેત કરતા જણાવ્યું કે આ રીતે આપણી ઇન્ડસ્ટ્રીઝ ખતમ થઇ રહી છે. લોકો કોવીડ રોગ પછી આમ પણ થિયેટરો માં જતા નથી અને એવામા જો નવી ફિલ્મો ફ્લોપ થતી રહેશે તો મેકર્સ નવી ફિલ્મો બનાવવાળી હિંમત કઈ રીતે કરશે. આશા પારેખે હાલમાં ફીલ્મો ને લઈને ચાલતા માહોલને બહુ જ ખરાબ બતાવ્યો છે.