ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં નામના મેળવાર આ અભિનેત્રીનું વર્ષ 2020માં આ કારણે થયું હતું અચનાક નિધન,
ગુજરાતી સિનેમામાં અનેક એવા કલાકારો છે, જેમણે ગુજરાતી સિનેમાને જીવંત રાખ્યું છે. જ્યારે એવા કલાકારો આ દુનિયા છોડીને ચાલ્યાં જાય છે, ત્યારે તેમની ખોટ કોઈ પુરી કરી શકતું નથી. આપણે જાણીએ છીએ કે, વર્ષ 2020 મનોરંજન જગત સહિત તમામ ક્ષેત્રે વધુ ને વધુ કપરુ બનતું જાય છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ પણ મહેશ કનોડિયા-નરેશ કનોડિયાની જોડી તેમજ આશિષ કક્કડ જેવા બહુમુખી પ્રતિભાવાન કલાકાર ગુમાવ્ય હતા. ત્યારે આ જ કલાકારોની યાદીમાં લોકપ્રિય અભિનેત્ર મેઘના રોયનું પણ નિધન થયુ હતું.
આજે આપણે તેમના જીવન વિશે જાણીશું કે, કંઈ રીતે તેમને અભિનયની કલામાં નામનાં મેળવી હતી.એક્ટ્રેસ મેઘના રોયે ‘જય સંતોષી માં’ જેવી બોલિવૂડ ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત તેણે ‘એક મહલ હો સપનો કા’ જેવી સુપરહિટ સીરિયલ્સમાં પણ કામ કર્યુ છે. જરાતી સિનેમાંજગત અને રંગમંચમાં તેમના અપ્રતિમ યોગદાન માટે 12th ગુજરાતી સ્ક્રીન એવોર્ડ્સમાં લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સમ્માનિત પણ કરવામાં આવ્યા હતા.
મેઘના રોય 66 વર્ષની ઉંમરે જ્યારે આ દુનિયાને અલવિદા કહી ત્યારે પણ એ પહેલા તેઓ અભિનયની કલા સાથે જોડાયેલ જ હતા. સમયની સાથે બધું જ બદલાઈ જાય છે પણ કહેવાય છે ને કે, કોઈક કાલકારો એવા હોય છે જેમની કલા. ક્યારેય વિસરાતી નથી. તેમને ભલે ગુજરાતી ફિલ્મોમાં એટલું યોગદાન નાં આપ્યું હોય પણ તેમને ગુજરાતી રંગભૂમિ દ્વારા અને ગુજરાતી ધારવાહીકોમાં અભિનયનાં ઓજસ પાથરેલા.
તેમનું નિધન પણ ખૂબ જ દુઃખદાય ઘટના હતી. વાત જાણે એમ હતી કે, મેઘના રોય છેલ્લા એક વર્ષથી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યાં હતાં. મેઘનાએ બીમારી સામે લડત આપી હતી. જોકે, 23 ડિસેમ્બરના રોજ સવારે હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું. ગુજરાતી નાટ્યમંચ, સીરિયલ્સ તેમજ ફિલ્મ્સક્ષેત્રે પણ તેમણે ઘણું યોગદાન આપ્યું હતું. તાજેતરમાં જ 8 ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ પરિવાર સાથે ઉજવ્યો અને 10 દિવસ પછી તો તેમને આ દુનિયામાંથી વિદાય લઈ લીધી પણ તેમને ભજવેલ પાત્રો દ્વારા તેઓ આજે પણ જીવંત છે.