Entertainment

ગુજરાતી અભિનેત્રી એશા કંસારા કરી સગાઈ, જીવનસાથી પસંદ કરનાર યુવક કોઈ સામાન્ય નહીં પણ…

ગુજરાતી સિનેમામાં જાણે લગ્ન અને સગાઈનો માહોલ છવાયો છે. હાલમાં જ ઘણા ગુજરાતી કલાકારો અને ગાયક કલાકારો એ પોતાના જીવન સાથીઓ સાથે એક નવા જીવની શરૂઆત કરી છે, ત્યારે હાલમાં જ ગુજરાત સિનેમા અને ટેલિવુડની લોકપ્રિય અભિનેત્રી એસા કંસારાએ સગાઈ કરી છે. હાલમાં સોશિયલ મીડિયામાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. અમે આપને જણાવશું કે, એસા કંસારાએ કોની સાથે સગાઇ કરી છે અને સગાઈ કરનાર યુવક કોણ છે.

આપણે જાણીએ છે કે, એક્ટીંગ સાથે જોડાયેલ વ્યક્તિઓ મોટેભાગે પોતાના પ્રોફેશન ધરાવતા વ્યક્તિઓ સાથે કરતા હોય છે. ત્યારે હાલમાં જ એસા કંસારાએ આજ રોજ સગાઈ કરીને પોતાના જીવનની શરૂઆત કરી છે, ત્યારે તેનો જીવનસાથી કોણ છે, તેના વિશે પણ અમે આપને જણાવીએ.એસાએ સિદ્ધાર્થ અમિત ભવસારને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યો છે. અમિત મ્યુઝિક કમ્પોઝર તેમજ સિંગર છે. અનેક ગુજરાતીઓ ગીતો ગાયા છે.

આજ રોજ એશા પોતાના ઇન્સ્ટાગ્રામમાં તસ્વીરો પોસ્ટ કરી છે. અમિત સફેદ અને એશા એ સિલ્વર કલરની ચોલીમાં અતિ સુંદર લાગી રહી છે. ફોટોઝમાં યુગલ મિસ્તી કરતાં જોવા મળી રહ્યું છે. પહેલાં મંગેતર સિદ્ધાર્થ ભાવસારએ ઘૂંટણીએ પડી એશાને રિંગ પહેરાવી હતી. બાદમાં અભિનેત્રી એશા કંસારાએ ધૂંટણીએ પડી મંગેતર સિદ્ધાર્થને રિંગ પહેરાવી હતી.

ગુજરાતી એક્ટ્રેસ એશા કંસારાનો જન્મ અમદાવાદમાં 20 ઓગસ્ટ, 1997માં થયો છે. 18 વર્ષની ઉંમરથી એશા એક્ટ્રેસ બનવા માગતી હતી. એશાએ અમદાવાદની હિરામણી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેણે સાત વર્ષ સુધી ક્લાસિકલ ડાન્સ ભરતનાટ્યમ શીખ્યું છે.ઢોલીવૂડમાં એક્ટિંગની તકો મુંબઈ ગઈ હતી. 2009માં એશા મિસ ગુજરાતની સ્પર્ધમાં સેકન્ડ રનર અપ રહી હતી.

એશાએ ટીવી ડેબ્યૂ 2011માં સિરિયલ ‘મુક્તિ બંધન’થી કર્યું હતું. જોકે, તે લોકપ્રિય સિરિયલ ‘મેરી ભાભી’થી થઈ હતી. આ સિરિયલ એક વર્ષ ચાલી હતી.2017માં એશાએ ગુજરાતી ફિલ્મ ‘દુનિયાદારી’ કરી હતી. આ એશાની પહેલી ગુજરાતી ફિલ્મ હતી. ત્યારબાદ એશાએ ‘મિજાજ’, ‘વાંઢા વિલાસ’, ‘મિડનાઇટ્સ વિથ મેનકા’માં કર્યું હતું. એશા હવે વત્સલ સેઠ સાથે ગુજરાતી ફિલ્મ ‘હું, મારી વાઇફ ને એનો હસબન્ડ’માં જોવા મળશે.તેમજ આગામી તેની ફિલ્મ પ્રેમ પ્રકરણ રિલીઝ થશે. હાલમાં તો આ ખુશ ખબરના લીધે સૌ કોઇ અભિનંદન પાઠવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!