મળો ગુજરાતનાં મિસ્ટર ઇન્ડિયાને! 100 થી વધુ બાળકોના ઉછેર માટે રૂ.300 કરોડનું એવું સંકુલ બનાવ્યું કે જોઈને તમે કહેશો કે…
કહેવાય છે ને માનવતા એજ મોટો ધર્મ છે. આજે અમે આપને ગુજરાતના મિસ્ટર ઇન્ડિયા થી માહિતગાર કરાવીશું. ખરેખર તમને જાણીને નવાઈ લાગશે કે, આ વ્યક્તિ હાલમાં નિસહાય બાળકોના આધાર બન્યા છે અને આજે તેઓ 100 થી વધુ બાળકોને શિક્ષણ અને આશરો આપી રહ્યા છે અને માતા પિતાની જેમ જ તેમનો ઉછેર પણ કરે છે. ચાલો જાણીએ કે કોણ છે આ મિસ્ટર ઇન્ડિયા!

ગુજરાતના ખેડા જિલ્લાના લવાલ ગામે છે, આ ગામમાં સર્વ સમાજ સેનાના પ્રમુખ મહિપતસિંહ ચૌહાણ શિક્ષણ એજ કલ્યાણ સંકૂલમાં 100 બાળકોનો ઉછેર કરી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે, શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં 4 માળની આલીશાન ઇમારત છે, જેમાં બાળકો માટે સ્ટડી રૂમ, ડિનર હોલ, સેમિનાર હૉલ, લાઈબ્રેરી, હોસ્ટેલ લિવિંગ રૂમ, સ્ટડી રૂમ જેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

સત્કાર્યોમાં તો ભગવાન પણ માનવરૂપે મદદ કરવા માટે પહોંચી જાય છે. માત્ર 100 રૂ થી શરૂ થયેલ આ શિક્ષણ સંકુલઆજે આશરે 3 કરોડનું બની ગયું છે. ખાસ વાત એ છે કે આ સંકુલનાં ઉદ્ઘાટન એક શિક્ષક અને મિત્રોના હાથે થયું હતું તેમજ પ્રસંગે કડીનાં ધારાસભ્ય અને અભિનેતા હિતેન કુમાર આ કામગીરી જોઈને જાતે આવેલા અને આ કામગીરીને બિરદાવી હતી.

ખાસ વાત એ છે કે, એડમિશનની શરૂઆતથી લઈને અત્યાર સુધી કુલ 100 બાળકો છે, જેમાં 50 બાળકોના માત પિતા નથી. 40 બાળકોમાં કોઈના પિતા તો કોઈના માતા નથી અને 10 બાળકો એવા છે જેના માત પિતા છે પણ એકદમ આર્થિક રીતે નબળી સ્થિતિમાં છે.

મહિતપતસિંહ મિસ્ટર ઇન્ડિયાની જેમ જ આ બાળકોનું ધ્યાન રાખે છે અને તેમની દિનચર્યાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે.શિક્ષણ એજ કલ્યાણ સૂત્રને સાર્થક કરવા અનેક લોકો સહયોગ આપી હતી.
