ગુજરાતી અખબાર ના સમાચાર
હજુ તો આ નવા વર્ષની શરૂઆત જ થઇ છે, ત્યાં તો સાથે સાથે ગુજરાતમાં ક્રાઈમ ની પણ શરૂઆત થઇ ગઈ વાત કરીએ તો ગુજરાતના સુરેન્દ્રનગર માં એક લુંટ ના અપરાધી એ PSI પર કર્યો હુમલો. અને બંનેનું એન્કાઉન્ટર માં મોત થયું.
ઘટનાની મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર ના DY.SP હિમાંશુ દોશીના જણાવ્યા મુજબ ગુજસીટોક ના ફરાર આરોપી હનીફખાન ગેડિયા હોવાની બાતમી મળતા માલવણ ના PSI વી.એન.જાડેજા અને તેમની ટીમ આરોપીને પકડવા ગેડિયા ગામ થઇ હતી.જ્યાં માલવણ ચોકડી નજીક પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન વોન્ટેડ હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો અને તેના પુત્ર મદિને ને પકડવા આવેલ પોલીસ પર હુમલો કર્યો, અને હનીફ ખાને ત્રણ રાઉન્ડ ફાયરીંગ PSI જાડેજા ઉપર કર્યા હતા.
તેના પુત્ર મદીને ખાન પણ ધારિયું લઇ PSI જાડેજા ઉપર હુમલો કર્યો હતો, તેના કારણે PSI ને ખુબજ ગંભીર ઈજા પણ થયેલ હતી. જેથી ત્યારબાદ PSI એ પોતાના સ્વ-બચાવ માં ફાયરીંગ કરતા હનીફ ખાન અને મદીનખાન ને ગોળીયો મારતા તે ઘટના સ્થળે આ બંનેનું મોત થયું હતું. મળતી માહિતી અનુસાર આ બંને શખ્સ સબંધે પિતા પુત્ર હતા.
ઘટના ની જાણ થતા આ બંને આરોપી ના પરિવાર જનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને પોલીસ સામે એવો આક્ષેપ મુક્ત હતા, કે આ બંને એ કોઈ એવા ગુના નહોતા કર્યા કે આ બંને નું એન્કાઉન્ટર કરવું પડે, જ્યાં સુધી આ બંને ને ન્યાય નહિ મળે ત્યાં સુધી અમે આ બંનેના મૃતદેહ સ્વીકારશું નહિ, તેવા આક્ષેપ પોલીસ પર કરેલા હતા.
મળતી માહિતી અનુસાર આ બંને મૃતક ગેડિયા ગેંગ ના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે, અને આરોપી હનીફ ખાન સામે અત્યાર સુધીમાં કુલ ૮૬ જેટલા ગુના નોંધાયા હતા, અને જેમાંથી ૫૯ ગુનામાં તે પોલીસના હાથે પકડાયો નહતો’, વધુમાં જણાવીએ તો આ ગેડિયા ગેંગ ૧૨૩ ગુનાઓ આચરી ચુકી છે, અને ગુજરાતના ૭ જીલ્લામાં આંતક મચાવી પ્રજાને ખુબજ તોબા પુકારી દીધી છે.