ગુજરાતી અખબાર ન્યૂઝ….
હાલમાં જ સૌરાષ્ટ્રના જુનાગઢ શહેરમાં એક ખૂબ જ ચોંકાવીદેનાર અને શરમજનક ઘટના બની છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, સૂરજ ભુવાજીએ અનેક ભક્તોના વિશ્વાસુ અને આસ્થાનું પ્રતીક છે. ત્યારે આવા મહાન અને પવીત્ર વ્યક્તિવ સમાન વ્યક્તિ જ્યારે આવું કૃત્ય કરે, ત્યારે સ્વાભાવિકપણે ચોંકી જવાય. ચાલો અમે આપને આ ઘટના વિશે વધુ માહિતી આપીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે,જૂનાગઢના ભૂવા સુરજ સોલંકીએ 10 મહિના સુધી યુવતી પર પર દુષ્કર્મ આચર્યું હતું અને કોઈ કારણસર યુવતી એ ઝેર પી જતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.
આમ પણ આજે અનેક એવા સાધુઓ આશ્રમ નાખીને ગોરખ ધંધા કરે છે. ત્યારે આનેક ભક્તોનો વિશ્વાસ ધરાવનાર ભુવાજી પર આવો આક્ષેપ આવતા સૌ કોઈ ચોકી ગયા છે. યુવતીએ ઝેરી દવા પીધા પહેલા લખેલી સ્યુસાઈડ નોટ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ છે. જેમાં સુરજે ગર્ભ રાખી દીધાનો પણ ઉલ્લેખ કર્યો છેયુવતીએ લહ્યું કેમારે 10 મહિના પહેલા સુરજભાઈ લાખાભાઈ સોલંકી પાસે અંગત પ્રશ્નના લીધે જોવડાવા ગઈ હતી.
ત્યારથી મારે સુરજ સોલંકી સાથે વ્યક્તિગત રીતે સંપર્ક થયો. ત્યાં મને એવું કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરીશ. આવા અંધારામાં રાખી મારી સાથે 10 મહિના સુધી શારીરિક શોષણ કર્યું હતું. આ દરમિયાન હું પ્રેગનન્ટ બની હતી. બાદમાં દવા આપી હતી અને છેલ્લા 1 મહિનાથી મને મૂકીને ચાલ્યો ગયો હતો.પોલીસ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી યુવતીનું નિવેદન નોંધ્યું.
સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ માધ્યમ દ્વારા મને ઘરવાળી બનાવીને મારા ફોટા વાઇરલ કરી દીધા હતા. હું એને 15 દિવસ પહેલા મનાવવા અમદાવાદ ગઈ હતી પણ આશ્રમ રોડના સર્કલ ઉપર ગાડીમાં બેસાડી સંજયભાઈ સોહલિયાએ માર માર્યો અને ગાડીમાંથી ફેંકી દીધી હતી. સુરજ સોલંકીનો માણસ ગુંજન જોશી સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાંથી લાઈવ થઈને મને બદનામ કરે છે. હવે મારે ક્યાંય જવા જેવું રહ્યું નથી. મને આમાંથી કોઈ રસ્તો મળતો નથી એટલે મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી.હાલમાં આ અંગે તપાસ ચાલુ છે, ત્યારે હવે આગળ શું થશે તે સમય બતાવી શકે છે.