ગુજરાત ના આ ગામ મા લઠ્ઠાકાંડ થી 18 લોકો ના મોત ! આખા ગામ મા માતમ છવાયો કોઈ છાનું રાખવા વાળુ પણ નહી…
તમને જાણીને દુઃખ થશે કે .ગુજરાત ના આ ગામ મા લઠ્ઠાકાંડ થી 18 લોકો ના મોત ! આખા ગામમાં એવો માતમ છવાયો કોઈ છાનું રાખવા વાળુ પણ નહી. ખરેખર આ દ્રશ્ય કોઈનું પામ હદય કંપાવી શકે છે. આપણે જાણીએ છે કે આખરે આ ઘટમમાં બન્યું શું અને ક્યાં કારણે લોકોના મોત થયા છે. આ ઘટના અંગે ગુજરાત પોલીસની પોલ ખોલતી ઘટના સામે આવી છે.
વાત જાણે એમ છે કે, બરવાળાના રોજીદ ગામેમાં . દરેકના રૂવાટા ઉભા થઇ જાય એવી ઘટના બની છે. આ ગામમાં એકી સાથે ઝેરી દેશી પીવાના કારણે 18 લોકોના મોત થયા છે. જ્યાં જુઓ ત્યાં માત્રને ગામમાં મહિલાઓથી લઇ બાળકો રડી રહ્યા છે અને જેનો અવાજ સાંભળતા જ કોઇ પણ માણસનું દીલ પીગળી શકે છે. હાલમાં ગામની સ્થિતિ એવી જે છે કોઈ કોઈને છાનુ રાખવા વાળુ નથી.
એક સાથે 18 લોકોના મોત બાદ ગામમાં પોલીસનો કાફલો ખડકી દેવાયો છ. બોટાદના ધંધુકા અને બરવાળા જે લોકોના મોત થયા છે. તે તમામ લોકો રોજીદ ગામે દારૂ પીવા ગયા હતા, જેના પછી તમામ લોકોની તબીયત લથડી હતી. તો કેટલાક લોકોને ઉલટી થયા બાદ મોત થયાની પણ ચર્ચા છે. 10થી વધુ લોકો હાલમાં સારવાર હેઠળ છે. ત્યાં જ ત્રણ લોકોની હાલતમાં ખુબ જ ગંભીર છે. કેટલાક લોકોને ભાવનગર પણ સારવાર માટે રિફર કરાયા છે.
રોજીંદ ગ્રામ પંચાયત દ્વારા 18/3/2022 ના રોજ દારૂબંધી અંગે મામલતદારને લેખતીમાં રજુઆત કરી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવ્યા નહીં. ત્યાં જ અરજીમાં સ્થાનિક લોકોએ એવું પણ જણાવ્યું હતું કે, અમારા ગામમાં દારૂબંધીનો અમલ નહી કરાવવામા આવતા આવો બનાવ બન્યો છે.
બોટાદમાં બનેલી આ લઠ્ઠાકાંડની ઘટનામાં કુલ પાંચ શંકમંદોની ધરપકડ કરવામા આવી છે જેમા એવો ખુલાસો પણ થયો છે કે, ઝેરી દારૂ બનાવવા માટે અમદાવાદથી 90 લિટર કેમિકલ લવાયુ હતું અને તેનો ઉપીયોગ કરીને જ આ ઝેરી દારૂ બનાવાયો હતો.રોજીંદ ગામે બનેલી લઠ્ઠાતકાંડની આ સમગ્ર ઘટનાને પગલે DYSPની અધ્યક્ષતામાં એસઆઇટીની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે.