Gujarat

ગુજરાતનો આ પરીવાર જર્મની મા ભારે મુશ્કેલી મા મુકાયો ! 10 મહીના થી પોતાની બાળકી એવી રીતે દુર થઈ ગઈ કે જાણી ને આખ મા આંસુ…

આપણે સૌ કોઈ જાણીએ છે કે વિદેશોમાં ગુજરાતીઓ વસવાટ કરે છે, ત્યારે હાલમાં જ ગુજરાતનો એક પરીવાર જર્મની મા ભારે મુશ્કેલી મા મુકાયોછે ! 10 મહીના થી પોતાની બાળકી એવી રીતે દુર થઈ ગઈ કે જાણી ને આખ મા આંસુ આવી જશે. આ ઘટના અંગે આપને જણાવીએ. હાલમાં જ દિવ્ય ભાસ્કારના અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, ગુજરાતના ધારાબહેનનો પરિવાર અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારના છે અને જેમણે મુંબઈ સ્થિત ભાવેશ શાહ સાથે લગ્ન કર્યા છે. સોફ્ટવેર એન્જિનિયર ભાવેશ શાહને બર્લિનની આઈટી કંપનીમાં નોકરી મળી હતી. ત્યાર બાદ આ દંપતી ઓગસ્ટ 2018માં બર્લિનમાં સ્થાયી થયા હતા અને ત્યાર બાદ ફેબ્રુઆરી 2021માં દીકરીના માતા-પિતા બન્યા હતા.

હાલમાં જ ધારાબેન પોતાની 17 મહિનાની દીકરી મેળવવા કાનૂની લડાઈ લડી રહ્યા છે, ધારા બેન અને ભાવેશ ભાઈ 10 મહિનાની દીકરી મેળવવા જર્મીની સરકાર સામે કાનૂની જંગ ખેલી રહ્યા છે કારણ કે, તેમની 17 મહિનાની દીકરીને એક વા પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નિકળ્યું ને હોસ્પિટલે લઈ ગયા હતા અને આજ કારણે પહેલા તોહોસ્પિટલ સત્તાવાળાઓએ પહેલા તો નોર્મલ છે તેવું કહી ઈલાજની પણ ના પાડી. બીજી વાર દીકરીને લઈ ગયા તો હોસ્પિટલવાળાએ ચાઈલ્ડ પ્રોટેક્શન સત્તાવાળાઓને રિપોર્ટ કર્યો.

બસ ત્યારથી આ દીકરી જર્મન ચાઈલ્ડ પ્રોટેક્શન ઓથોરિટીના કબજામાં છે. હવે દીકરી માટે ગુજરાતી મા-બાપે ભારત સરકાર સમક્ષ મદદનો પોકાર કર્યો છે.આજે તેઓ પોતાની દીકરીને હાથમાં લેવાની તો દૂર પરંતુ તેને જોવાની પરવાનગી મળી. જે દીકરીને માતાના દૂધની જરૂર છે, પોતાના પરિવારજનોના હુંફ અને પ્રેમની જરૂર છે, તે જાણે અનાથ હોય, એ પ્રકારે જર્મન ચાઈલ્ડ પ્રોટેકશન એથોરિટીના કબજામાં જીવી રહી છે.

ભાવેશ શાહ અને ધારાબહેનને સરકારી અધિકારી સમક્ષ પોતાનો અભિપ્રાય મૂકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને જર્મન બોલતા નહોતું આવડતું. જે ટ્રાન્સ્લેટર તે વખતે ઉપલબ્ધ હતો તે પણ પાકિસ્તાની હતો, જે ઉર્દુ જાણતો હતો અને તે ભાવેશ અને ધારા દ્વારા હિન્દીમાં કરવામાં આવેલી રજૂઆતને જર્મનમાં યોગ્ય રીતે ટ્રાન્સ્લેટ કરી શક્યો નહીં.શાહ દંપતીને એક પેરેન્ટ્સ ટેસ્ટ ક્લિયર કરવા માટે કહેવામાં આવ્યું હતું. જેના અત્યારસુધીમાં બે સેશન અટેન્ડ કરી ચૂક્યા છે, પરંતુ કાયદાકીય કાર્યવાહી હજુ લાંબી ચાલે તેમ હોવાથી તેમને બાળકીની કસ્ટડી પરત મેળવવા માટે હજુય પ્રતિક્ષા કરવી પડશે.

સરકારની કસ્ટડીમાં રહેલી બાળકીને યોગ્ય શાકાહારી ખોરાક તેમજ માહોલ મળે તે માટે પણ તેઓ અરજ કરી રહ્યા છે. તેમણે એવી પણ રજૂઆત કરી છે કે તેઓ પેરેન્ટિંગ ટેસ્ટ ક્લિયર ના કરે ત્યાં સુધી બાળકીની કસ્ટડી કમસે કમ ભારતમાં રહેતા કોઈ જૈન પરિવારને સોંપવામાં આવે, કારણકે પોતાના ધાર્મિક માહોલમાં, પરિવાર વચ્ચે અને માતૃભૂમિ પર મોટા થવું બાળકીનો અધિકાર છે. આ અંગે તેમણે ભારત સરકારના સામાજિક કલ્યાણ મંત્રાલયને પણ રજૂઆત કરી છે.

ધારા બહેનનીમાંગ છે કે તેમની દીકરીને પણ તેમના પરિજનોને સોંપવામાં આવે જેથી તે તેના સંસ્કાર, રીત રિવાજ પ્રમાણે રહી શકે’ જર્મનીના કાયદા પ્રમાણે કંટીન્યુટી પ્રિન્સિપલના આધારે જો લાંબો સમય બાળક જર્મન ચાઈલ્ડ પ્રોટેક્શન ઓથોરિટી પાસે રહે, તો તે સ્થાનિક રીત અને વાતાવરણથી અનુકૂળ બની જાય છે. બાળકીનો પાસપોર્ટ પણ હાલ જર્મન સરકારના કબજામાં છે, જેથી કપલને એ ચિંતા પણ સતાવી રહી છે કે જો કાયદાકીય લડાઈ લાંબી ચાલી તો બાળકી ભારતીય કલ્ચર સાથેનો સંપર્ક ગુમાવી બેસશે. ભાવેશ શાહ અને ધારાબહેને વિદેશ મંત્રાલયને વિવિધ જૈન સંસ્થાઓ મારફતે પત્ર પણ લખીને બાળકીની કસ્ટડી ભારતમાં રહેતા તેમના કોઈ સંબંધીને જલ્દીથી જલ્દી સોંપવામાં આવે તેવી માંગ કરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!