ગુજરતી સિંગર રાગ પટેલ RRR ફીલ્મ મા ચમકી ! ખુદ રાજામૌલીએ પણ તેની ટેલેન્ટના વખાણ કર્યાં
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં રાજમૌલિમી ફિલ્મ RRR ખૂબ જ ચર્ચામાં છે. ઘણા સમયથી આ ફિલ્મની આતુરતા પૂર્વક રાહ જોવાય રહી હતી, ત્યારે આ ફિલ્મ હાલમાં સિનેમા ઘરોમાં આવી ગઈ છે. ત્યારે દર્શકો આ ફિલ્મ જોવા માટે જઇ રહ્યા છે. ત્યારે આ ફિલ્મની શરૂઆત એક છોકરીના ગીતથી થાય છે. હવે તમને જાણીને આશ્ચય થશે કે આ છોકરી ગુજરાતી છે. આમ પણ કહેવાય છે ને કે, ગુજરાતીનો દબદબો દરેક જગ્યાએ જોવા મળે જ છે.
આ છોકરી કોણ છે અને ક્યાં રહે છે એવા તમામ પ્રશ્ન તમારા મગજમા આવશે આ વાત તદ્દન સ્વાભાવિક છે. ત્યારે ચાલો અમે આપને જણાવી કે, 15 વર્ષની આ છોકરીનું નામ રાગ પટેલે છે. ફેસબુક પેજ પર RRRની ટીમ એક 12 વર્ષની છોકરીનો અવાજ શોધી રહી છે. ત્યારે તેના પિતાના કહેવા થી ત્રણ સોંગ રેકોર્ડ કરીને મોકલી આપ્યા અને આ પછી વિચાર્યું નહોતું કે, તે લોકો અમને રિસ્પોન્સ આપશે કે નહીં. સપ્ટેમ્બર મહિનામાં ફોન આવ્યો અને તેમણે ટિકિટ મોકલાવી. જે તેઓ હૈદરાબાદ ગયા, ત્યારે ખબર પડી કે મારું આખું સોલો સોંગ છે.
ખરેખર આ યુવતી પોતાના સૂરિલા કંઠનાં લીધે આજે આટલી લોકપ્રિય બની ગઈ છે અનેક લોકોમાં તે પસંદ પામી એ તેનું ખરેખર નસીબ કહેવાય.રેકોર્ડિંગ દરમિયાન મેં આખો એક દિવસ એમ. એમ. કીરવાનીઅને એસ. એસ. રાજામૌલી સાથે કામનો અનુભવ મેળવ્યો. રેકોર્ડિંગ કરતી હતી ત્યારે, મને એમ. એમ. કીરવાની સર સાથે એસ. એસ. રાજામૌલી વાત કરતાં દેખાયા હતાં ત્યારે તેમની પાસે ગઈ અને મેં ફોટો પણ ક્લિક કરાવ્યો. એમણે મને મારા અવાજ માટે કહ્યું હતું કે, અવાજ સારો છે.
પહેલું સોંગ ગાયા પછી હવે રાગ ને પ્લેબેક સિંગિંગ જ કરવું છે. એટલે બોલિવૂડમાં મારે સોંગ આપવા છે. આ ઉપરાંત ઇંગ્લિશ અને અન્ય ભાષામાં ગાઈ શકે એવી ઇચ્છા છે. ખરેખર આ ગુજરાતી છોકરી ખૂબ જ નસીબદાર કહેવાય કે તેને આવડી મોટી બિગ બજેટ ફિલ્મ અને એ પણ સાઉથ ફિલ્મના બે સુપર સ્ટાર સાથે કામ કરવાની તક મળી છે, ત્યારે આનાથી વધારે બીજું તો આપણે શુ કહી શકીએ પણ એટલું તો જરૂર કહેવાય કે ગુજરાતીઓ કોઈપણ ખૂણે પોતાની કીર્તિ ફેલાવે છે અને દેશના દરેક ખૂણે ગુજરાતી તો રહે છે.