ગુજરાતીઓને પેટ પકડી ને હસાવનાર આ કલાકાર આજે જીવે છે વૈભવશાળી જીવન ! જાણો કોણ છે એ કલાકાર…
ગુજરાતમાં અનેક કલાકારો એવા છે, જેમણે પોતાના જીવનમાં સફળતા મેળવવા ખૂબ જ ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો. કહેવાય છે ને કે કોઈપણ વ્યક્તિ રાતો રાત સફળતા નથી મેળવી લેતું. આજે આપણે ગુજરાતના હાસ્ય સમ્રાટ સાંઈ રામ દવેના જીવન વિશે જાણીશું કે કઇ રીતે તેઓ હાસ્ય કલાકાર બન્યા. ચાલો અમે આપને સાંઈરામ દવેના જીવન વિશે જણાવીએ.

મૂળ ગોંડલ શહેરના સાંઈરામ દવેનો જન્મ ૭ ફેબ્રુઆરી, ૧૯૭૭ના રોજ વિષ્ણુપ્રસાદ દવે તથા સરોજબેનને ત્યાં જામનગરમાં થયો. તેમના પિતા પ્રાચીન ભજનિક તેમજ નિવૃત શિક્ષક છે. તેમજ માતા પણ નિવૃત શિક્ષિકા છે. સાંઈરામનું વતન જેતપુર તાલુકાનું અમરનગર છે. પિતાને આકાશવાણી તેમજ ભજનના કાર્યક્રમોમાં ગાતા જોઈ તેઓ પણ સંગીત તરફ આકર્ષાયા. કિશન દવે તથા અમિત દવે સાંઈરામના નાના ભાઈઓ છે. ૨૦૦૧માં સાંઈરામના લગ્ન ઝંખન ત્રિવેદી સાથે થયા હતા. ધ્રુવ અને ધર્મરાજ સાંઈરામના બે સંતાનો છે.

તેમણે પ્રાથમિક શિક્ષણ અમરનગર ગામમાં પૂરું કર્યું. ત્યારબાદ ૧૯૯૧થી ૧૯૯૪ દરમ્યાન ડિપ્લોમા ઈલેક્ટ્રીક એન્જીનીયરીંગ, પોલીટેકનીક રાજકોટ ખાતે કર્યું. ૧૯૯૫ થી ૧૯૯૭ દરમ્યાન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, અમરેલી ખાતે તેઓએ પ્રાથમિક શિક્ષણ (P.T.C.) ની પદવી પ્રાપ્ત કરી, ૧૯૯૮ થી ૨૦૧૩ દરમ્યાન તેમણે સરકારી શાળા નં-પાંચ, ગોંડલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવી. ૨૦૧૫થી તેઓ ‘નચિકેતા સ્કુલીંગ સિસ્ટમ’ રાજકોટના સ્થાપક પ્રમુખ છેવર્ષ ૧૯૯૭થી લોકસાહિત્ય અને હાસ્યક્ષેત્રે તેમણે પોતાની કર્મભૂમિ અમરેલીથી કાર્યક્રમો શરુ કર્યા.

વર્ષ ૨૦૦૦ની સાલમાં આકાશવાણી અને દૂરદર્શનમાં માન્ય B-High grade ના કલાકાર બન્યા. ૨૦૦૧માં તેમની ‘ચમન બનેગા કરોડપતિ’ નામની હાસ્યની ઓડિયો કેસેટે સફળતા મેળવી. આ કેસેટ થકી તેમને ગુજરાતભરમાં ખુબ પ્રખ્યાતિ મળી. વર્ષ !૯૯૭ થી ૨૦૨૦ સુધીની પોતાની ૨૪ વર્ષની લોકકલાની કારકીર્દિ દરમ્યાન તેમણે અમેરિકા યુ.કે, નાઈરોબી, સ્વીત્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલીયા ન્યુઝીલેન્ડ, દુબઈ, મસ્કત, અબુધાબી, ટાન્ઝાનીયા, કોંગો જેવા અનેક દેશોમાં પોતાના કાર્યક્રમો આપ્યા.

તા૭ ફેબ્રુઆરી ૨૦૦૫ ના રોજ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ તેના પ્રથમ કાવ્યસંગ્રહ ‘સાંઈરામના હસતા અક્ષર’ નું રાજકોટ ખાતે વિમોચન કર્યું. આ પુસ્તકની બીજી આવૃત્તિનું ૨૦૦૭માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતે વિમોચન કર્યું હતું. આજે તેઓ ગુજરાતના લોકપ્રિય કલાકાર તરીકે ઓળખાય છે.
