છેલ્લા બે મહિના મા ગુજરતી કલાકારો એ ખરીધી આટલી મોંઘીદાટ લક્ષરીયસ કારો ! જાણો કયા કલાકારે કઈ કાર…
વર્ષ 2022 ગુજરાતી કલાકારો માટે અતિ લાભદાયક નીવડ્યું છે. જાન્યુઆરી થી લઈને ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતી ગાયક કલાકારોએ મોંઘીદાટ આલીશાન કાર ખરીદી છે. ચાલો અમે આજે આપને એ તમામ કલાકારો વિશે જણાવીએ. ક્યાં કલાકારોએ કેટલી કિંમતની કંઈ કાર ખરીદી છે. એક ખાસ વાત એ છે કે, છેલ્લા બે મહિનામાં મુખ્યત્વે ગાયક કલાકારો એ જ કાર ખરીદી છે
જીગ્નેશ કવિરાજ : ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર જીગ્નેશ કવિરાજએ ફેબ્રુઆરી મહિનામાં જ c2220d મર્સીડિઝ કાર ખરીદી છે. આ કારની કિંમત 51 લાખ રૂપિયા થી શરૂ થાય છે. આ ખરીદી ત્યારે જીગ્નેશ કવિરાજ એ પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને સૌ ચાહક વર્ગ અને સ્વજનોને ખુશ ખબર આપી હતી.પરિવારજનોની સાથે મળીને આ કારનું સ્વાગત કરેલ.
કીર્તિદાન ગઢવી : કીર્તિદાન ગઢવીનું જીવન અતિ વૈભશાળી છે. તેમના કાર કલેક્શનમાં વંધુ એક કાર ઉમેરાય છે. આ કાર અતિ આલીશાન અને મોર્ડન છે. તેમના જન્મદિવસ પર તેમમાં પત્ની સોનલબેન તરફ થી ટોયોટા વેલફાયર કાર ગિફ્ટ કરવામાં આવી છે. આ કારની કિંમત અંદાજીત 98 લાખ થી શરૂ થાય છે. આ ખુશ ખબર કીર્તિદાન ગઢવી એ સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. કારનું શાનદાર રિતે સ્વાગત કરેલું તે તમામ તસ્વીરો પોસ્ટ કરેલ.
કિંજલ દવે : કિંજલ દવે નું જીવન ખૂબ જ વૈભશાળી છે. તેમના પિતા લલિત દવે એસોશિયલ મીડિયા દ્વારા કાર ખરીદવાની ખુશ ખબર શેર કરી હતી. તમને જાણીને આશ્ચય થશે કે, તેમને જીએલસી મર્સીડિઝ 200 એસયુવી કાર ખરીદી છે, જેની કિંમત અંદાજીત 60 લાખ થી વધુ છે. આ કાર ખૂબ જ શાનદાર છે. કિંજલ દવે પણ પોતાના ઇન્સ્ટા અને ફેસબૂક પર તસ્વીરો પોસ્ટ કરી હતી.
રાકેશ બારોટ : સૌથી પહેલા તો વર્ષની નવી શરૂઆતની સાથે જ લોકપ્રિય કલાકાર રાકેશ બારોટ એ આલીશાન અને અતિ કિમતી ફોર્ચ્યુનર કાર ની ખરીદી કરી હતી. આ કાર ખૂબ જ કિંમતી અને અત્યંત આધુનિક સુવિધાઓ થી સજ્જ છે. રાકેશ બારોટ એ પોતાની પત્ની સાથે આ કારની તસ્વીરો શેર કરી હતી. આ કારની કિંમત અંદાજીત 50 લાખની આસપાસ છે. ખરેખર ગુજરાતી લોક ગાયક કલાકારરો માટે આ મહિનાઓ ખૂબ જ સફળ નીવડ્યા છે.