આ ગાયક કલાકારો આ નાના ગામના છે, જાણો કેવું જીવન જીવીને સફળતા મેળવી…
ગુજરાતી લોક ગાયક કલાકારોનાં અંગત જીવન વિશે ખૂબ જ ચર્ચાઓ રહે છે, આજે અમે આપને તમારા લોકપ્રિય ગાયક કલાકારો નાં જીવન વિશે ટૂંકમાં જણાવીશું. તેઓ ક્યાં ગામના છે અને હાલમાં શું કરે છે, અને તેઓ એ જીવનમાં કંઈ રીતે સફળતા મેળવી આ તમામ વાતો થી અમે આપને માહિતગાર કરીશું. આ તમામ કલાકારો એવા છે, જેમણે જીવનમાં પહેલા ખૂબ જ ખરાબ દિવસો જોયા અને આજે જીવનમાં સફળતાનાં શિખરો સર કર્યા છે. આ તમામ કલાકારો દરેક વ્યક્તિઓ માટે ઉત્તમ પ્રેરણાદાયી સમાન છે.
3.કિર્તીદાન ગઢવી : એક સમય ખૂબ જ પરિસ્થિતિ દયનિય હતી પરંતુ આજે તેઓ વૈભવશાળી જીવન જીવે છે. જીવનમાં નિષફળતાનો સામનો કરીને સફળતા મેળવી. એવું કહેવામાં આવે છે કિર્તીદાન ગઢવીના જીભ પર માતા સરસ્વતી રહેલા છે. તમને જણાવી દઈએ કે કિર્તીદાન ગઢવી આણંદ જિલ્લાના વાલવોડ ગામના વતની છે અને તેઓ ત્યાં જ ઉછરેલા છે.
વિક્રમ ઠાકોર : ગુજરાતી ફિલ્મોમાં અભિનય અને અનેક ગુજરાતી ગીતો આપનાર વિક્રમ એક સમયે માત્ર જાહેર પ્રોગ્રામમાં વાંસળી વગાડતા હતા. આજે એક સુપરસ્ટાર બની ગયા છે છતાં પોતાના ગામ સાથે જોડાયેલ રહેવાનું પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે વિક્રમ ઠાકોર ગાંધીનગર નજીક આવેલ ફતેહપુર ના નિવાસી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ અહીં જ રહે છે.
2.ગીતાબેન રબારી : ગીતા રબારીનો જન્મ 31 ડિસેમ્બર 1996માં થયો હતો. તેમના માતાપિતા ગામડા સાથે સબંધ ધરાવે છે. હા, તેમનું ગામ કચ્છનું તપ્પર ગામ છે. કચ્છની કોયલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એકલો રબારી અને રોણા શેરમાં સોંગ દ્વારા ખૂબ જ નામના મેળવી અને પોતાની ઓળખ બનાવી અને જ્યારે પણ તેનો કાર્યક્રમ હોય ત્યારે લોકોની ભીડ એકઠી થવા લાગે છે.
4.ગમન સાંથલ : ગમન સાંથલ ગાયક કલાકાર ની સાથે દિપો માં નાં ભુવાજી પણ છે. તેઓ રબારી સમાજનું ઘરેણું છે. તેઓ જ્યાં પણ કાર્યક્રમ કરવા જાય છે . એક સમયે તેઓ માત્ર માતાજીના જાગરણમાં ગાવા જતા અને આજે લોકપ્રિય ગાયક કલાકાર છે. તમને જણાવી દઈએ કે ગમન સાંથલ મહેસાણા જિલ્લાના સાંથલ ગામના રહેવાસી છે અને તેઓ તેમના નામની પાછળ તેમના ગામનું નામ લખાવે છે.
5.કિંજલ દવે : કિંજલ દવેએ ખૂબ જ નાની ઉંમરે સફળતા પ્રાપ્ત કરી લીધી છે. તેણીની એ ચાર ચાર બંગડી ગીત થી ઘણી લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી અને તેણીની રાતોરાત સ્ટાર બની ગઈ હતી. તમને જણાવી કિંજલ દવે પાટણના જેસંગપુરા રહેવાસી છે. તેણીએ હાલમાં દરેક જગ્યાએ ઓળખ બનાવી લીધી છે. તેને વિદેશમાં પણ ઘણા ગીતો ગાયા છે.
6.કાજલ મહેરિયા : કાજલ મહેરિયાએ પણ ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. તેને બાળપણમાં ગાવાનો ખૂબ શોખ હતો. જેના લીધે તેને પોતાના સપનાને પૂર્ણ કરવા માટે ગાવાનું શરુ કરી દીધું હતું. તેના ઘણા ગીતો વાયરલ થાય છે. તેના ગામની વાત કરીએ તો તે મહેસાણા જિલ્લાના નુંગાર ગામની વતની છે અને તેને તેના ગામનું ખૂબ માન છે.
7.વિજય સુવાળા : વિજય સુવાળાએ હાલમાં જ ભાજપમો ખેસ ધારણ કર્યો. તેઓ એક ગાયલ કલાકાર તરીકે પોતાની ઓળખ બનાવી ત્યાર થી ગુજરાતીઓના હદયમાં તેમને ખાસ જગ્યા બનાવી છે. તેઓ મોટેભાગે પ્રેમ ગીતો ગાતા હોય છે, જેને દર્શકો આવતાની સાથે જ મોઢે કરી લે છે. તેઓ પણ ગમનની જેમ પોતાના ગામનું નામ પોતાની પાછળ લખાવે છે. હા, તેઓ સુવાળા ગામના વતની છે.
8.જીગ્નેશ કવિરાજ : જીગ્નેશ કવિરાજ પણ જાનુ ના ગીતો માટે જાણીતા છે. તેઓને આજના યુવાનો પસંદ કરે છે અને તે પોતાના ગામમાં અવારનવાર આવતો રહે છે. એક સમયે જીગ્નેશ કવિરાજની આર્થિક પરિસ્થિતિ પણ સારી ન હતી. હાલમાં ખૂબ જ વૈભવશાળી જીવન જીવે છે, કારણ કે હાલમાં જ તેમણે અતિ કિંમતી શાનદાર કાર લીધી.તમને જણાવી દઈએ કે તેઓ મહેસાણા જિલ્લા ના ખેરાલુ ગામના વતની છે.
