કીર્તિદાન ગઢવીથી માંડી કીંજલ બેન દવે સુધી ગુજરાત ના કલાકારોએ કેવી રીતે ઉત્તરાયણ પર્વ ની ઉજવણી કરી ! જુઓ ખાસ તસવીરો
આજે ઉતરાયણના પર્વ નિમિત્તે ગુજરાત રાજ્ય અને દેશભરમાં ઉતરાયણના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી સાથે ગુજરાતના નામચીન કલાકારોએ પણ ઉતરાયણ પર્વની ખાસ ધામધૂમથી પતંગ ઉડાવીને ઉજવણી કરી હતી જ્યારે સાથે ચાઈનીઝ દોરી નો ઉપયોગ ના કરવાની સલાહ પણ આપી હતી. તો આવો જોઈએ ગુજરાતના કલાકારોએ કેવી રીતે ઉતરાયણ ની ઉજવણી કરી હતી.
ગીતાબેન રબારી થી માંડીને કિર્તીદાન ગઢવી કિંજલબેન દવે ઉર્વશીબેન રાદડિયા સહિતના ગુજરાતના ગાયક કલાકારોએ પોતાના ઘરે જ પતંગ ઉડાડીને ખાસ ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી. આ ઉપરાંત મીડિયાના માધ્યમથી ચાઈનીઝ દોરી ના ઉપયોગ કરવાની સલાહ પણ આપી હતી.
ગુજરાતના પતંગ રસીયાઓની જેમ જ ગુજરાતના કલાકારોને પણ પતંગ ચગાવવાનો ભારે શોખ હોય તેવું જણાઈ રહ્યું હતું તેમાં ખાસ કિંજલબેન દવે તસવીરો શેર કરી હતી આ ઉપરાંત ગીતાબેન રબારી એ પણ તસવીરો શેર કરીને લોકોને ઉતરાયણની શુભેચ્છા પાઠવી હતી.
આપને જણાવી દઈએ કે ગુજરાતમાં આજે ઘણી જગ્યાએ દુઃખદ ઘટનાઓ પણ જોવા મળી હતી જેમાં એક બાળકને દોરી વાગવાથી કરુણ મોત થયું હતું. આ ઉપરાંત સુરત મા એક વ્યક્તિ નુ અગાશી પર થી પડી જવાથી મોત થયું હતુ જ્યારે જુનાગઢ મા એક જ પરીવાર ના ચાર સભ્યો તળાવ મા પડી ગયા હતા જેમા થી હાલ બે વ્યક્તિના મોત થયા હોય તેવી ખબર સામે આવી છે.