6 કરોડ ગુજરાતીઓને ગર્વ થાય એવી સિદ્ધિ મેળવી ગીતાબેને રબારીએ! લંડનમાં મળ્યો આ એવોર્ડ…
ગુજરાતના લોકપ્રિય ગાયિકા કલાકાર ગીતાબેન રબારી હાલમાં લંડનમાં છે, જ્યાં તેઓ લંડનમાં વસતા ગુજરાતીઓને ભજનો અને લોકગીતોનું રસપાન કરાવી રહ્યા છે. હાલમાં બે દિવસ પહેલા જ વિદેશની ઘરતી પર ગીતાબેન રબારી પર ડોલરોનો વરસાદ થયો હતો અને આ ઘટના સોશીયલ મીડિયા પર વાયરલ થઇ હતી. ત્યારે ફરી એકવાર ગીતાબેન રબારી ચર્ચાનો વિષય બન્યા છે. હાલમાં જ આજ રોજ સવારમાં ગીતાબેન એ ખુશ ખબરી આપી છે અને 6 કરોડો ગુજરાતીઓનો આભાર વ્યક્ત કર્યો છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગીતાબેન અને તેમના પતિ પૃથ્વી તેમજ રાજભા ગઢવી લંડનના પ્રવાસે છે. લંડનમાં અનેક શહેરોમાં તેમના ભજનના કાર્યક્રમમાં ગીતા બહેન અને રાજભા ગઢવીએ રમઝટ બોલાવી હતી અને લોકોનું દિલ જીતી લીધું હતું. ગઈકાલ રાત્રે રાજભા ગઢવી એ એવોર્ડ મળ્યાની ખુશીઓ વ્યક્ત કરી હતી, જ્યારે આજ રોજ વહેલી સવારમાં ગીતાબેન એ પણ પોતાને એવોર્ડ મળ્યાની ખુશીઓ વ્ય્કત કરી.

ગીતાબેન સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને લખ્યું કે,આપ સૌ 6 crores ગુજરાતી ઓ ના આશીર્વાદ થી આજે મને લંડન ની The parliament of United Kingdom 🇬🇧 મા મારુ World Record Book Of Europe & london થી The Member of Parliament- Harrow west – London Mr Gareth Thomas દ્દ્વારા મને સન્માનિત કરવા મા આવી એ બદલ હુ આપ સૌ નો દિલ ખુબ ખુબ અભાર માનુ છું. ખાસ આભાર 7 star Entertainment , Shree Raj Rajeshvar Guruji & International sidhashram shakti Center LONDON.

ખરેખર આ ક્ષણ ગુજરાતીઓ માટે ખુબ જ ગૌરવવંતી છે, કારણ કે વિદેશની ધરતી પર આવી સિદ્ધિઓ મેળવવી છે. ત્યારૅ આ ખુશીના અવસરે દરેક ગુજરાતી કલાકારો અને તેમના ચાહકોએ અભિનંદન પાઠવ્યા છે. ખરેખર આ ખુશીની ક્ષણ છે ગીતાબેન માટે, કારણ કે લંડનમાં એવોર્ડ મળવો એ તેમની કલાનું પરિણામ છે. એક સમય એવો હતો જ્યારે ગીતાબેન રબારીને કોઈ ઓળખતું ના હતું પરંતુ આજે તેઓ સંગીતના લીધે આજે આ મુકામ હાંસિલ કરી શક્યા છે.
