ગુજરાત ના ઉભરતા કલાકાર યુવરાજ સુવાળા કોણ છે જાણો ? વિજય સુવાળા સાથે શુ છે સંબંધ…
અભિનયની દુનિયા બહુ વિશાળ છે, આ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છે. જેમાં ઘણા કલાકારો રંગમંચ પર અભિનય કરે છે તો ઘણા ફિલ્મો અને આલ્બમ સોંગ દ્વારા અભિનયની કળા પથરતા હોય છે. ત્યારે આજે આપણે વાત કરીશું ગુજરાતી આલબમ સોંગના કિંગ ગણાતા યુવરાજ સુવાળા વિશે જણાવીએ કે, કંઈ રીતે તેઓએ જીવનમાં સફળતા મેળવી. ખરેખર તેમને જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરેલ અને સફળતા પ્રાપ્ત કરી છે.
યુવરાજ સુવાળાનો જન્મ 5 જુલાઈનાં રોજ થયેલ અને તેમનું બાળપણ તેમના મામાનાં ગામ શિજણોમાં વીતેલું. 15 વર્ષ સુધી તેઓ મામા ને ત્યાં જ રહેલ અને 15 વર્ષ પછી તેઓ પોતાના પરિવાર સાથે રહેવા ચાલ્યા ગયા. તમને જાણીને નવાઈ લાગશે કે, યુવરાજ સુવાળાનો વિજય સુવાળા સાથે ખાસ સંબંધ છે. યુવરાજ એ વિજય સુવાળાના મોટાભાઈ છે. બંને ભાઈઓ હાલમાં ગુજરાતી જગતમાં ખૂબ જ નામમાં મેળવી છે.
યુવરાજએ ઇવેન્ટ મેનેજમેન્ટનો કોર્ષ કરેલ અને પોતાની ઓફીસ પણ શરૂ કરેલી.તેમના જીવનમાં વળાંક આવ્યો વર્ષ 2017માં જ્યારે ભાઈ વિજય સુવાળાનાં આલ્બમ ગીતોમાં તેમને અભિનય કરેલ. જીગર જાન તેમનું પહેલું આલ્બમ ગીત હતું અને આ ગીત બાદ આઠ મહિના સુધી તેમને કોઈ ગીતોમાં કામ ન કર્યું, ત્યાર બાદ મનું રબારી તેમને ગીતોમાં કામ કરવા માટે બોલાવેલ અને તેમના ગીતોના તેમને અભિનય કરેલ.
મનું રબારી સાથે કામ કરતાની સાથે જ યુવરાજ ની કારકીર્દી સફળ બની અને તેમને 100 થી વધારે ગીતોમાં કામ કર્યું અને આ સિવાય મનુભાઈ રબારીએ તેમને ફિલ્મના કામ કરવાની તક આપી અને બાપનો બગીચો ફિલ્મમાં અભિનય કર્યો. આજના સમયમાં તેઓ ગીતો સાથે સંકળાયેલા છે અને તેઓ ખૂબ જ વૈભવશાળી જીવન જીવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેઓ બહુ એક્ટિવ રહે છે. અત્યાર સુધી ભાગ્યે જ કોઈને ખબર હશે કે વિજયભાઈ અને યુવરાજ ભાઈ બંને સગા ભાઈઓ છે. ખરેખર બંને ભાઈ રબારી સમાજનું ગૌરવ વધાર્યું છે.
આજે બંને ભાઈઓ ગુજરાતી સિનેમા જગતમાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે અને ખાસ વાત એ કે, યુવરાજભાઈ વિજય કરતા અઢી વર્ષ મોટા છે. બંને ભાઈઓ ખૂબ જ હળીમળીને રહે છે અને મુખ્યત્વે વિજય ભાઈ ગમન સાથલ અને વિજય ભાઈ તેમજ કાજલ મહેરિયા ગીતોમાં અભિનય કરવાનું વધુ પસંદ કરે છે. તમે યુટ્યૂબ પર તેમના ગીતો ને જોઈ શકો છો.એક સમય એવો હતો જ્યારે તેમને અભિનય ન આવડતો પણ આપમેળે અભિનય શીખીને આજે સફળતા મેળવી છે.