આ મહિલા એવું કામ કરે છે કે, પુરુષો પણ કરતા અચકાય! ઓફીસ વર્ક મળ્યા છતાં….
આ જગતમા એક સ્ત્રી એવી શક્તિ છે, જે અશક્ય ને પણ શક્ય કરી બતાવે છે અને આજના સમયમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ મોખરે છે.ત્યારે આજે અમે આપને એક એવી મહિલા વિશે વાત કરીશું જે, એવું કામ કરી રહી છે જેને કરતા કદાચ પુરુષ પણ અચકાય. વાત જાણે એમ છે કે,નામ ઉષા જગદલે છે જેનો વીડિયો ટ્વિટર પર વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાયછે કે, મહિલા સહેલાઇથી ઇલેક્ટ્રિક પોલમાં સીડી પર ચઢી હતી અને ત્યારબાદ વીજ પુરવઠો પણ ઠીક કરવા લાગે છે.
હવે આવું જોખમ ભર્યું કામ તો પુરુષ પણ કરતા એય અચકાય જ્યારે આ મહિલા થઈને એવું કાર્ય કરી બતાવે છે કે,પુરુષો માટે પણ શરમ જેવી વાત કહેવાય કે તેઓ આવું કરતા પણ અચકાતા હોય છે મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં રહેતી મહિલાઓએ વીજ પુરવઠોની ફરિયાદો હલ કરવામાં મદદ કરી ત્યારે કોરોનાવાયરસના ડિમોનેટાઇઝેશનને કારણે, વીજ કાર્યકરો સમયસર તે સ્થળે પહોંચી શક્યા નહીં.
તમને જાણીને નવાઈ લાગશે કે, આ મહિલા એ ઓફિસમાં રહીને કામ કરવાના બદલે ફિલ્ડમાં કામ કરવાનું પસંદ કર્યું. જેથી લોકોને કોઇ રૂકાવટ વિના ઝડપથી વીજળીની સુવિધા મળી શકે. માત્ર ચઢવાનું જ નહીં પરંતુ તે વાયર વૂમન કોઇ પણ પ્રકારના સેફ્ટીના ઇક્વિપમેન્ટ વિના જ તારોને જોડી દે છે. આપે આ પહેલા કોઇ મહિલાને આ રીતે વીજ પોલ પર ચઢતા અને રિપેરિંગ કરતા, તાર જોડતા નહીં જોઇ હોય.
ઉષા મહારાષ્ટ્રના સ્ટેટ ઇલેક્ટ્રીકસિટી ડિસ્ટ્રીબ્યૂશન કંપની લિમિટેડમાં લાઇન વૂમન તરીકે કામ કરે છે. ઉષાને બાળપણથી જ સ્પોર્ટસમાં ખૂબ જ રૂચિ હતી. તે એક પ્લેયર પણ છે.તેમણે સ્પોર્ટસમાં 11 ગોલ્ડ મેડલ જિત્યા છે. તે મહારાષ્ટ્ર સ્ટેટ લેવલની ખોખોની ટીમની કેપ્ટન પણ રહી ચૂકી છે.સ્પોર્ટસ કોટામાંથી જ ઉષાનું ટેક્નિશ્યન તરીકે સિલેકશન થયું હતું. સૌથી પહેલા તો તેમણે ઓફિસ વર્ક કર્યું. જો કે થોડા સમય બાદ તેમણે ફિલ્ડમાં જઇને જ કામ કરવાનું પસંદ કર્યું. જેથી લોકોને કોઇ પ્રકારના વિલંબ વિના જ વીજળીની સુવિધા મળી શકે.
ઉષાની રમતગમત ક્વોટામાંથી તકનીકીની નોકરી માટે પસંદ કરવામાં આવી હતી. તેમને ઓફિસનું કામ આપવામાં આવ્યું હતું પરંતુ ઉષાએ ઓફિસના કામને બદલે ફિલ્ડમાં કામ કરવાનું પસંદ કર્યું હતું જેથી લોકોને કોઈ પણ અવરોધ વિના વીજળી મળી રહે.ખરેખર આ મહિલા દરેક મહિલાઓ માટે પ્રેરણારૂપ સમાન છે.ખરેખર આવું કાળજુ ભાગ્યે જ કોઇ સ્ત્રી ને હોય શકે.
