Gujarat

ગુજરાતી ખબર

સ્મિત નામનું બાળક જ્યારે સ્વામિનારાયણ ગૌશાળા માંથી મળ્યું હતું ત્યારે આખા ગુજરાતનાં લોકો આ બાળકને પોતાનું બાળક બનાવવા માટે તડપી રહ્યા હતા. ત્યારે હાલમાં જ ત્યજી દેવામાં આવેલા બાળક સ્મિતને દત્તક લેવાનો માર્ગ મોકળો થયો છે. સ્મિત ને દત્તક લેવાની પ્રક્રિયા આગામી દિવસોમાં શરૂ થશે તેવી માહિતી મહિલા અને બાળ વિકાસ આયોગના ચેરપર્સન જાગૃતિ પંડ્યાએ આપી છે. ત્યારે માસુમ સ્મિત કોના કુળદિપક બનશે તે ચર્ચાનો વિષય છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, સચિન ને આ બાળકને સ્વીકારવવાની ન પાડી દીધી અને ત્યારબાદ તેમના પરિવારને આ હક મળે છે, જો તે સ્વીકારવવા તૈયાર ન હોય તો આગળ દત્તક લેવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. સૂત્ર મુજબ જાણવા મળ્યું હતું કે, બાળકને સરેન્ડર કરતા સ્મિતને નવો પરિવાર મળી શકે છે. પિતા સચિન દીક્ષિતે બાળકને તેની માતાના સંબંધીઓને સોંપવા ઈન્કાર કર્યો છે. પિતા સચિને બાળકને સરેન્ડર કર્યું છે. તેથી હવે બાળકને દત્તક લઈ શકાશે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, તરછોડવામાં આવ્યો હતો. જેમાં ગાંધીનગર પોલીસે તેના માતાપિતાને શોધવા માટે આકાશપાતળ એક કરી દીધા હતા. આ મામલે ખુલાસો થયો હતો કે, પિતા સચિન દક્ષિતે પહેલા વડોદરામાં પત્નીની હત્યા કરી હતી, અને તેનો મૃતદેહ ફ્લેટમાં જ સંતાડ્યો હતો. તેના બાદ તે સ્મિતને લઈને ગાંધીનગરમાં આવ્યો હતો અને પેથાપુરમાં તેને તરછોડીને ભાગી ગયો હતો. સચિન દિક્ષિતને બીજો પણ પરિવાર હોવાથી તેણે પત્નીની હત્યા કરી હતી. આ બાળક ના માતાપિતા ગોતવા ગૃહમંત્રી પણ દોડી આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!