Gujarat

ગુજરાતી ખબર

ભારતમાં અનેક હત્યાકાંડ બને છે. જેમાં કોઈનું કારણ રહસ્યમય હોય જેનો ઉકેલ લાવવો અશક્ય હોય છે.આવી જ એક રહસ્યમય ઘટના બની હતી જેનો ઉકેલ 3 વર્ષ પછી મળ્યો.આ ઘટના માત્ર દિલ્હી શહેર જ નહીં પરંતુ આખા ભારત ને હચમચાવી દીધું છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, આ બુરાડી માં એક જ પરિવારના 11 સભ્યોના રહસ્યમય મોતનો કેસ આખરે બંધ કરી નાખ્યો છે.

વિચાર કરો એક જ ઘર 11 સભ્યો એક સાથે આત્મહત્યા કરી હતી.બુરાડી કાંડ દિલ્હી પોલીસ માટે સૌથી પડકારજનક કેસ સાબિત થયો,  કારણ કે આ એક એવો કેસ છે, આ કેસમાં જે તે વખતે કાળી વિદ્યાથી લઈને અલગ અલગ વાતો જોડવામાં આવી હતી. દિલ્હી પોલીસે આ ઘટનાને લઈને હત્યાનો કેસ દાખલ કર્યો હતો. જો કે ક્રાઈમ બ્રાન્ચની ત્રણ વર્ષ સુધી લાંબી તપાસ ચાલી હતી, તપાસના અંતે  નિષ્કર્ષ એ  નીક્યો કે આ એક આત્મહત્યા કેસ હતો.

આ કેસના લીધે સૌ કોઈ વિચારી રહ્યા હતા કે ખરેખર આ આત્મહત્યા જ હતી કે, કોઈ સાજીશ? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે તમામના મોત ફાંસી લાગવાના કારણે થયા છે. રિપોર્ટ પ્રમાણે ઘરના 11 માંથી 10 સભ્યોના મોત ફાંસીના કારણે થયા હતા, જ્યારે 11મા સૌથી વરિષ્ઠ સભ્ય એવા નારાયણી દેવીનો મૃતદેહ જમીન પર પડેલો પોલીસને મળ્યો હતો.10 સભ્યોના શરીર પર ઈજાના કોઈ નિશાન મળ્યા નહોતા,  પરંતુ તેમાંથી અમુક લોકોની ગર્દન તૂટી ગઈ હતી. તેમની આંખો પર એક પટ્ટી હતી અને હાથ-પગ  બાંધેલી હાલતમાં હતા.

બુરાડી કાંડમાં પોલીસને હાથથી લખેલી એક સુસાઈટ નોટ પણ મળી હતી, જેમાં ઘટનાની આખી પ્રક્રિયા લખી હતી. જેમાં પરિવારને ફાંસી લગાવવાની હતી. ડાયરીમાં છેલ્લી એન્ટ્રીમાં એક પેજ પર લખ્યું હતું કે ઘરનો રસ્તો. 9 લોકો જાળીમાં, બાળક (વિધવા બહેન) મંદિર નજીક સ્ટૂલ પર, 10 વાગ્યે જમવાનો ઓર્ડર, માતા રોટલી ખવડાવે, 1 વાગ્યે ક્રિયા, શનિવાર-રવિવારની રાત્રે થશે, મોંઢામાં ભરાયેલું હશે ભીનું કપડું અને હાથ બાંધી દેવામાં આવશે. તેમાં છેલ્લી પંક્તિ છે – ‘કપમાં પાણી તૈયાર રાખો, તેનો રંગ બદલાઈ જશે, હું દેખાઈશ અને બધાને બચાવીશ.’ તે જ સમયે, ઘણા બધા પુરાવા દર્શાવતા હતા કે આ એક આત્મહત્યા છે.

ખરેખર આ પરિવારનાં સભ્યો મરવા નોહતા માંગતા પરતું આખરે તેમનું મુત્યુ થયું. વિધિ મુજબ પરિવારના સભ્યોએ મોબાઈલ ફોન સાયલન્ટ કર્યા અને પછી એક બેગમાં ભરીને ઘરના મંદિરમાં મૂકી દીધા હતા. ડાયરીની એન્ટ્રીઓ અને તેમની ફાંસીની રીતથી પણ એવું જણાઈ રહ્યું હતું કે તેઓ કોઈ ધાર્મિક વિધિ કરી રહ્યા હતા. મનોવૈજ્ઞાનિક એટોપ્સીમાં ખુલાસો થયો હતો કે આ 11 લોકોએ મૃત્યુના ઇરાદાથી આવું કર્યું નથી, પરંતુ ધાર્મિક વિધિ પૂર્ણ થયા પછી સામાન્ય જીવનમાં પાછા આવવાની આશા વ્યક્ત કરી હતી.

આ ઘટનાના અંતમાં એક મહત્વનો ખુલાસો આવ્યો હતો કે, ડાયરી માં જે તમામ વાત કરી હતી અને 2007માં ગુજરી ગયેલા તેના પિતા ભોપાલ સિંહ તેની સાથે વાત કરી રહ્યા હતા અને તેને કેટલીક વિધિઓ કરવા માટે કહી રહ્યા હતા. જેનાથી સમગ્ર પરિવારને ફાયદો થશે અને આ જ કારણે સૌ કોઈ જીવ ગુમાવ્યો અને આ કેસ એટલો અંચબા માં હતો કે મુત્યુ ભેદ ઉકલેવો અશકય હતો પણ આખરે ભેદ ખૂલ્યો ખરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!