ગુજરાતી ખબર
તારક મહેતા સિરિયલમાં એક પછી એક અનેક કલાકારોએ એ વિદાય લીધી છે. આ વાત આપણે સૌ કોઇ જાણીએ છે. એવા ઘણાય કલાકારો છે, જેમણે આ દુનિયાને છોડી દિધી છે તો ઘણાય એવા લોકો છે, જેમણે આ શોમાંથી વિદાઈ લઈ લીધી. કહેવાય છે ને કે જીવનમાં ક્યાંય કશું અટકતું નથી પણ અધુરું જરૂર લાગે છે. આજે અમે આપને એક એવા જ વ્યક્તિની વાત કરીશું જેમનાં થકી અનેક લોકો દુઃખી થયા.
તારક મહેતા સીરિયલમા ડો.હાથી નાં મુત્યુ પછી એમની જગ્યા બીજા કોઇ લીધી પરંતુ પહેલા જે હાથી ભાઈ હતા એવી કલાકારી અને એમની ખોટ પુરી તો કોઈ ન શકે. આ સિવાય ટપુ ની જગ્યા રાજ લીધી ત્યારબાદ સોનુ, સોઢી જેવા કલાકારો ને સ્થાને અનેક કલાકાર આવ્યા છે, પણ દયા ભાભીનું સ્થાન કોઈ નથી લઈ શક્યું. એવી જ રીતે હાલમાં નટુકાકા ની જગ્યા કોઈક બીજું લેશે એવી અફવા ફેલાઈ રહી છે અને એક વ્યક્તિનું નામ સામે આવ્યું છે.
હાલમાં કોઈ સતાવાર જાહેર નથી થયું પરંતુ સોશિયલ મીડિયામાં વાત ફેલાઈ રહી છે.ગયા મહિને સિરિયલમાં નટુકાકાનું પાત્ર ભજવતાં ઘનશ્યામ નાયકનું અવસાન થયું હતું. હવે ચર્ચા થઈ રહી છે કે નટુકાકાનું પાત્ર નવો કલાકાર ભજવી રહ્યો છે.હાલમાં સોશિયલ મીડિયામાં નટુકાકાની તસવીર વાઇરલ થઈ છે. આ તસવીરમાં નવા નટુકાકા ગડા ઇલેક્ટ્રોનિક્સમાં નટુકાકાની ખુરશીમાં બેઠાં છે. આ તસવીરમાં ઘનશ્યામ નાયકની તસવીર પણ શૅર કરવામાં આવી છે. આથી જ હવે એવી ચર્ચા થઈ રહી છે કે આ જ કલાકાર હવે નટુકાકાનું પાત્ર ભજવશે.
નવા નટુકાકાના પાત્ર અંગે હજી સુધી સિરિયલના મેકર્સે કોઈ પુષ્ટિ કરી નથી. આ તસવીર વાઇરલ થયા બાદ ચાહકો માની રહ્યા છે કે આગામી એપિસોડમાં નવા નટુકાકાનું પાત્ર જોવા મળશે. ખરેખર ઘનશ્યામ નાયક જેવું તો કોઈપણ વ્યક્તિ પાત્ર ન ભજવી શકે.આ પહેલા વાત એવી સામે આવી હતી કે, નટુકાકાનું સ્થાન કોઈ નહીં લઈ શકે અને એના બદલે બાવરી જ તેમનું સ્થાન લેશે.