India

ગુજરાતી ખબર

હાલમાં જ એક આગની સૌથી મૉટી દુર્ઘટના બની છે, જેના કારણે જીવતા વ્યક્તિઓ એ આગમાં બળીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે. હજુ તો દિવાળી ગઈ એના જાજા દિવસો જ નથી વીત્યા પણ ત્યાં આવી ભયાનક ઘટના બની છે. ચાલો અમે આપને આ ઘટના વિશે માહિતગાર કરીએ કે આખરે આ સૌથી ખતરનાક આગની ઘટના કંઈ રીતે બની કે, એક સાથે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા.

હાલમાં જ સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે,રાજસ્થાનના બાડમેર-જોધપુર હાઈવ બ અને ટેન્કર ટ્રેલર ટકરાતા ભીષણ આગ લાગી હતી અને આ જ કારણે 8 લોકો જીવતા સળગી જતા તેમનું ઘટનાસ્થળે જ મુત્યુ થઈ ગયું. સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, ટેન્કર સાથે અથડાયા બાદ બસમાં આગલાગી હતી અને મુસાફરોને બહાર નીકળે એ પહેલા જ આગ પ્રસરી ગઈ હતી.

આ અકસ્તમાતના લીધે અનેક પરિવારો3 પોતાના સ્વજનો ગુમાવ્યા છે.ખરેખર જરા વિચાર કરો કે ઘટના કેવી હશે જ્યારે જીવતા લોકો ની આગળ બળવાની બુમો લોકોના હૈયાને સ્પર્શી ગઈ હશે. ભીષણ આગને પગલે અફરા તફરીનો પણ માહોલ સર્જાયો હતો. ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી શરુ કરૂી દેવામાં આવી.

આ બસમાં 25-26લોકો સવાર હતા. જેમાંથી 10 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે પરંતુ હજુ પણ વધુ લોકો બસમાં ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 23 લોકો ઘાયલ થયેલ.જો કે, તાત્કાલિક ધોરણે રેસ્ક્યૂ ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને બચાવ કામગીરી પૂરજોશમાં શરુ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, રોંગ સાઇડથી આવી રહેલા ટેન્કરે સામેથી મુસાફરોથી ભરેલી બસને ટક્કર મારી હતી.

રેસ્ક્યુ ટીમે 10 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને પ્રશાસનની સાથે પચપાદરાના ધારાસભ્ય મદન પ્રજાપત, પ્રભારી મંત્રી સુખરામ વિશ્નોઈ, ડિવિઝનલ કમિશનર સહિત અનેક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. તે જ સમયે, અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!