ગુજરાતી ખબર
આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનેકવાર આત્મહત્યાના બનાવ બને છે. ત્યારે હાલમાં જ નવા વર્ષના શરૂ થયું છે, ત્યારે હાલમાં જ એક દુઃખ ઘટના બની છે, જેમનાં થકી નવવર્ષના શરૂઆતના દિવસોમાં જ શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયું હતુંવ્યાજખોરના ત્રાસથી ઘણા કુટુંબો બરબાદ થયા છે અને ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની હતી.
શહેરની કલેક્ટર કચેરી ખાતે એક મહિલાએ ફીનાઈલ પીધું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે આ મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અને પોલીસે દોડી જઈ સમગ્ર મામલે પૂછપરછ કરી હતી. જેમાં મહિલાનું નામ ચેતનાબેન પીઠવા હોવાનું અને તેણીએ વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.હાલમાં પોલીસ તપાસ ચાલુ છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે,મહિલાએ અરજીમાં લખ્યું હતું કે, હું વિધવાનું જીવન વિતાવું છું અને બે પુત્રોની માતા છું. 7 વર્ષ પહેલા મારા પતિ બીપીનભાઈ પીઠવાનું અવસાન થયું છે. મારા પતિએ બજાજ ફાઇનાન્સ માંથી લોન લઈને ઘર ખરીદ્યું હતું. ત્યારબાદ મારા પતિને લોન આપનારાઓએ સતત વ્યાજ માટે શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપી હેરાન કરતા હતા. જેથી આવું પગલું ભર્યું.
મહિલાએ આ અંગે 15 દિવસ પહેલા કલેકટર કચેરીમાં અરજી કરી હતી.આ બનાવમાં એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ તપાસમાં 12 પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં મૃતકે જણાવ્યું હતું કે જે મહિલાએ તેની પત્નીનું કન્યાદાન આપ્યું તેણે જ રૂ.75 લાખ તો ન આપ્યા સાથોસાથ અને રૂ.37 લાખ માંગ્યા હતા. જેને અનુસંધાને બે મહિલા સહિત 8 વ્યાજખોરના નામ આપ્યા હતા.