અમદાવાદમા મહીલા એ આત્મ હત્યા કરી જીવન ટુકાવ્યું અને સ્યુસાઈડ નોટ મા લખ્યુ કે મારા મોત થી ઘણા લોકો ખુશ..
હાલમાં અનેક જગ્યાએ આપઘાતના બનાવ બને છે જેમાં મુખ્યત્વે યુવતીઓ અને યુવાનો વધુ આત્મહત્યા કરે છે.હાલમાં જ થોડા દિવસોમાં અનેક પરિણીતાઓ આપઘાત કરેલ છે, ત્યારે હાલમાં જ ફરી એકવાર એક યુવતી એ આત્મહત્યા કરીને પોતાનું જીવન તો ટૂંકાવ્યું પરતું સાથો સાથ તેને પોતાનો જીવ જતા પહેલા સુસાઈડ નોટમાં કહ્યું કે,મારા મરવાથી અનેક ખુશ થશે. અમે આપને જણાવીએ કે આખરે બનાવ શું બન્યો! સૂત્ર દ્વારા જાણવા મળેલ માહિતી મુજબ અમે આપને તમામ માહિતી જણાવીએ.
વાત જાણે એમ છે કે અમદાવાદના પોશ એવા સેટેલાઇટ વિસ્તારના શેલરાજ બંગલોમાં રહેતી યુવતી આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું અને કારણ માત્ર એ હતું કે, બીમાર પતિને સાસરિયા મળવા દેતા ન હતા, તેમજ મિલકતનો વિવાદથી ઘેરાયેલી મહિલાએ સ્યૂસાઈડ નોટ મૂકીને મોત વ્હાલુ કર્યું છે. સેટેલાઇટ પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી અને હ્દય કંપાવી ઉઠે એવી છે.
આમ પણ આજમાં સમયમાં લોકો કોઈપણ મુશ્કેલીઓ આવતા જ પોતાના પ્રાણ ત્યજી દે છે. આત્મહત્યા એક માત્ર સહારો નથી પોતાના જીવન ને ટૂંકાવી દેવા માટે.વાત જાણે એમ છે કે, 40 વર્ષીય કૃપા પટેલે આત્મહત્યા કરી છે. નોટમાં લખ્યું કે, ‘મારા મૃત્યુથી ઘણા બધા ખુશ થશે અને ઘણા બધા દુઃખી થશે.’ કૃપા પટેલે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા પરિવારજનો પણ ચોંકી ગયા હતા. આ મામલે સેટેલાઈટ પોલીસે સ્યૂસાઈડ નોટના આઘારે ગુનો દાખલ કરેલ હતો.
નોટમાં લખેલ મુજબ એને કહેલું કે, બધાને ખુશ રહેજો તેવી શુભેચ્છા. મને ખબર છે મારા મર્યા પછી ખાસ ઘણા બધા ખુશ રહેશે અને ઘણા દુઃખી થશે, પણ બસ એક જ વસ્તુ કહેવી છે કે મારા મોત પછી દેવાંશી યાના મા-બાપ વગરનાં થશે તો મારા ભાગની જમીન મકાન કે ખોડિયાર તેલાવ બધુ જ મારી બંને દીકરી દેવાંશી અને યાનાની જ કરજો.
મહેરબાની કરીને સીપી પાપાજી આ તમારા ચિરાગ અને તેની પત્નીની અંતિમ ઈચ્છા હતી કે અમારી દીકરીઓ ખૂબ જ સુખી રહે જેમ અત્યારે તમારી દીકરીઓ કવિતા પારૂલ છે. આટલું કરશો તો પણ મારી આત્માને શાંતિ મળશે. મારી બધી ભૂલો મારું મારા માતા-પિતાનું ધ્યાન રાખજો. તેમની એક દીકરી હતી જે હવે નથી, ધન્યવાદ નિરૂ. મમ્મી આ હતી મારા તરફથી તમને બર્થડે ગિફ્ટ કવિતાની ખુશી જે તમારી છે.’’ખરેખર આ ઘટના થી પરિવારમાં દુઃખ વાતાવરણ છવાઈ ગયું છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મૃતક ની આત્માનવ શાંતિ મળે.
