ખરેખર ! આ ગુજરાતી ફિલ્મને રિલીઝ થતાં લાગ્યા 17 વર્ષ
દરેક ફિલ્મો બનતા ઘણો સમય લાગે છે, આ ફિલ્મો સિનેમા ઘરો સુધી પોહ્ચ્તા પહેલા અને દ્વારમાંથી પસાર થતી હોય છે.ફિલ્મ જગતમાં એવી ઘણી ફિલ્મો છે, જે બની તો ગઈ છે પરંતુ આજ સુધી રીલિઝ નથી કરવામાં આવી. બૉલીવુડમાં તો આવી ઢગલાબંધ ફિલ્મો શહે જેને કોઈ કરણોસર રિલીઝ ન કરવામાં આવી હોય અથવા તો એવી ફિલ્મો છે જે,ઘણા વર્ષો પછી રિલીઝ કરવામાં આવી હોય. આવી ફિલ્મોમાં એક આપણી ગુજરાતી ફિલ્મ પણ છે જે, 17 વર્ષ પછી સિનેમાઘરોમાં પ્રકાશિત થયેલ. આ ગુજરાતી ફિલ્મ કંઈ છે અને ક્યાં કારણે પ્રસારિત ન કરવામાં આવી તે અમે આપને જણાવશું. ખરેખર આ ફિલ્મ ગુજરાતી સિનેમાની પરિભાષા બદલી છે.
ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝનો એક સુવર્ણ યુગ હતો અને તમને જાણીને નવાઈ લાગશે કે, ગુજરાતી મંચએ અનેક કલાકારોની ભેટ આપી છે. આજે આપણે જે વાત કરી રહ્યા છે, એ ફિલ્મને રિલીઝ થતા 17 વર્ષ લાગ્યા. આમ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દર વર્ષે અનેક ફિલ્મો બને છે જે માત્ર ત્રણથી છ મહિનામાં બનીને તૈયાર થઈ જાય છે. એક ફિલ્મ ફાઉન્ડેશન હેઠળ ગુજરાતના અલગ અલગ ક્ષેત્રોનાં સાહિત્ય પર એક ફિલ્મ બનાવવાનો નિર્ણય કરવામાં આવે છે.આવી જ એક ફિલ્મ વર્ષ 1999માં પરેશ નાયક અ કીર્તિ ખત્રીને એક ફિલ્મ બનાવવનું વિચાર્યું અને. આ પરિકલ્પનાની પ્રથમ ફિલ્મ એટલે ધાડ. જે કચ્છની જીવનશૈલી અને તેનાં સંઘર્ષને દર્શાવે છે.આ ફિલ્મ તો બની ગઈ પરંતુ આ ફિલ્મ સિનેમા ઘરોના પડદા પર ન પોહચી શકી.
વાત જાણે એમ છે કે, ફિલ્મકાર પરેશ નાયક નિર્દેશિત ગુજરાતી ફિલ્મ ધાડને રિલીઝ થતા લગભગ 17 વર્ષ લાગ્યા હતા. આ ફિલ્મમાં કે. કે. મેનન, નંદિતા દાસ, સુજાતા મહેતા, સંદીપ કુલકર્ણી, રઘુવીર યાદવ, સમીરા અવસ્થી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.25 લાખ રૂપિયાના બજેટમાં બનેલ આ ફિલ્મને ગુજરાતમાં વર્ષ 2001માં આવેલા ભૂકંપના કારણે અનેક ચઢાવ-ઉતાર જોવા પડ્યા હતા. ભૂકંપને કારણે ફિલ્મના પ્રોજેક્ટને ઘણી અસર થઈ હતી.ધાડ ફિલ્મનું શૂટિંગ વર્ષ 2002 થી 2003 દરમિયાન પૂર્ણ થઈ ગયું હતું. પરંતુ તેનાં સંપાદનમાં ઘણાં વર્ષો નીકળી ગયા. 2003 થી લઈને 2009 સુધી ફિલ્મના સંપાદનનું કામ ચાલ્યું હતું.
આ ફિલ્મમાં કામ કરવા માટે કે. કે. મેનન, રઘુવીર યાદવ અને અન્ય કલાકારોને ગુજરાતની કચ્છી બોલી શીખવી પડી હતી. ફિલ્મમાં કામ કરવા માટે કે. કે. મેનનને 50 હજાર રૂપિયા મહેનતાણું આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.ફિલ્મ રજૂ કરવામાં નિર્દેશકે ટેક્નિકલ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ફિલ્મને એક પછી એક ગ્રહણ લાગતાં રહ્યાં. એક તબક્કો એવો આવ્યો કે આ ફિલ્મ હવે રજૂ નહીં થઈ શકે એવું પણ લાગ્યું. આખરે અદાણી ફાઉન્ડેશન વહારે આવ્યું અને ફિલ્મ 2018માં રજૂ થઈ, પરંતુ ત્યારે આખું કચ્છ બદલાઈ ગયું હતું. કચ્છ વિશેના ખ્યાલો બદલાઈ ગયા હતા. કચ્છના લોકોની માનસિકતા પણ બદલાઈ ગઈ હતી. ગુજરાતમાંથી ફિલ્મને જોઈએ એવો લોકપ્રતિભાવ મળ્યો નહીં. કચ્છમાંથી પણ નહીં. અસ્સલ કચ્છની તાસીર અને ખુમારી રજૂ કરતી ફિલ્મ વિશે ગુજરાતીઓ અજાણ રહ્યા.‘