Gujarat

જીવનમાં તમે આ ગુજરાતી ફિલ્મ નથી જોઈ તો તમે આ વાતથી અજાણ હશો!

ગુજરાતી સિનેમા અનેક ગુજરાતી ફિલ્મો છે, આજે અમે આપને એવી ગુજરાતી ફિલ્મો વિશે જણાવીશું જે ફિલ્મે તમારે પરિવારે અચૂક લેવી જ જોઈએ. આ ગુજરાતી ફિલ્મ ખૂબ જ ખાસ છે. આ ગુજરાતી ફિલ્મ સિનેમાનાં ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલ છે. આ ફિલ્મો એકવાર તો અચૂક જજો કારણ કે આ ફિલ્મની પટકથા ખૂબ જ પ્રેરણાદાયક અને સમાજને કંઈક સંદેશ આપનારી છે. આ ફિલ્મ વિશે જાણીએ.

ગુજરાતી સિનેમાની માઈલસ્ટોન અને અને લોકપ્રિય ફિલ્મ જે આજે લોકોના હૈયામાં છે.આ ફિલ્મ એટલે દેશ રે જોયા દાદા પરદેશ જોયા એ ગુજરાતી સિનેમાની એક માઈલસ્ટોન ફિલ્મ છે. કુછ કુછ હોતા હૈની સાથે રિલીઝ થયેલી આ ફિલ્મ જબરજસ્ત હિટ રહી હતી. 1998માં આ ફિલ્મે 22 કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મને ગોવિંદ પટેલે ડિરેક્ટ કરી હતી. અને ફિલ્મમાં હિતેનકુમાર અને રોમા માણેની સાથે અરવિંદ ત્રિવેદી અને રમેશ મહેતા જેવા કલાકારો હતા.

ગુજરાતી સિનેમા જૂની ફિલ્મોનો દાયકો હતો.શેતલને કાંઠે 1975માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અરવિંદ ત્રિવેદીની સાથે કલ્પના દીવાન અને હાસ્ય સમ્રાટ સ્નેહલતા હતા. તો અરવિંદ ત્રિવેદીના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી પણ મહત્વના રોલમાં હતા. ફિલ્મને રવિન્દ્ર ત્રિવેદીએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ આનંદ અને દેવરાની લવસ્ટોરી હતી. ખરેખર આ ફિલ્મોએ દર્શકોનું દિલ જીતી લીધું હતું.

આ સિવાય ગુજરાતી સિનેમાની યાદગાર ફિલ્મ એટલે મલવપતિ મુંજ.કનૈયાલાલ મુનશીવની નવલકથા પરથી બનેલી ફિલ્મમાં ઉપેન્દ્ર ત્રિવેદીએ મુંજનું પાત્ર ભજવ્યું હતું. મહત્વની વાત એ છે કે, આ ફિલ્મ બોલીવુડની હિરોઈન અને કાજોલના માતા તનુજા લીડ રોલમાં હતા.બોલીવુડના સિંગર્સ આશા ભોંસલે, મન્ના ડે, મહેન્દ્ર કપૂરે ગીતો ગાયા હતા. આટલા બોલીવુડ કલાકારોની હાજરી જ  તે સમયે ગુજરાતી ફિલ્મોનો કેવો સમય હશે તેનો પુરાવો છે.

સિત્તેર થી નેવુંના દશકામાં અનેક ફિલ્મો આવી જે આપણું અમૂલ્ય રતન છે. ભવની ભવાઈ. પન્નાલાલ પટેલની નવલકથા માનવીની ભવાઈ પર આધારિત આ ફિલ્મને કેતન મહેતાએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં પણ ઓમપુરી, સ્મિતા પાટિલ અને નસીરુદ્દીન શાહ જેવા ટેલેન્ટેડ બોલીવુડ એક્ટર્સનો જમાવડો હતો. ભવની ભવાઇ એ કેતન મહેતાની પ્રથમ ફિલ્મ હતી. માત્ર 3.50 લાખના બજેટમાં બનેલી ફિલ્મને નેશનલ એવોર્ડમાં  કેતન મહેતાને રાષ્ટ્રીય એકાત્મતા માટેનો નરગિસ દત્ત પુરસ્કાર મળ્યો
 
ગુજરાતી સિનેમા પૌરાણિક અને ઐતિહાસિક કથા સિવાય ગુજરાતી સાહિત્યને સહારે ફિલ્મો બનાવી છે. ત્યારે અંગ્રેજી નવલકથા પર આધારિત અરુણા ઈરાનીની જબરજસ્ત હિટ ફિલ્મ એટલે સંતુ રંગીલી. સંતુ રંગીલીની સ્ટોરી મૂળ અંગ્રેજ લેખક જ્યોર્જ બર્નાર્ડની ‘પિગ્મેલિયન’નું રૂપાંતર છે, જેને મધુ રાયે નાટક માટે લખી હતી. આ. ફિલ્મના ગીતો એ કે લાલ દરવાજે તંબુ તોણિયા, મુંબીની કમાણી મુંબઈમાં સમાણી આજે પણ વખણાય છે.

ગુજરાતી ફિલ્મોની યાદીમાં આ ફિલ્મ કેમ ભૂલી શકાય. આદ્યકવિ નરસિંહ મહેતાના જીવનની સત્યઘટના પરથી નરસિંહ મહેતા એ જ લખેલા પદ્ય પરથી આ જ નામે ફિલ્મ બની. જેને રવિન્દ્ર દવેએ ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં નરસિંહ મહેતાની ભૂમિકા અરવિંદ ત્રિવેદીએ નિભાવી હતી. સાથે જ સ્નેહલતા અને રમેશ મહેતા પણ હતા. આ ફિલ્મ બાદ ગુજરાતી સિનેમા ને ને અમૂલ્ય કલાકારો ભેટમાં આપ્યા એ ફિલ્મ જે આજે એટલી જ લોકપ્રિય છે.

ગુજરાતી સિનેમાની બે કલાકારો મળ્યા અને આ ફિલ્મ એટલી લોકપ્રિય બની હતી કે આ ફિલ્મની સિકવલ પણ આવી. પહેલીવાર એવું બન્યું હશે કે કોઈ ગુજરાતી ફિલનની સિકવલ બની હોય. આ ફિલ્મ એટલે મહીંયરમાં મનડું લાગતું ! આ ફિલ્મ પણ સુપરહિટ રહી છે. દેશ રે જોયા દાદા પરદેશ જોયા બાદ આવેલી આ ફિલ્મ તેની સિક્વલ મનાતી હતી. અને ઈમોશનલ લવસ્ટોરીમાં હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠી હતા. 2008માં આ જ ફિલ્મની સિક્વલ આવેલ જેમાં હિતેન કુમાર ડબલ રોલમાં જોવા મળ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!