Gujarat

અનેક દીકરીઓ ના પાલક પિતા મહેશભાઇ સવાણી એ આવી રીતે એસિડ એટેક પીડિતાના પુનઃલગ્ન કરાવ્યા હતા.

સુરત શહેરનું નામ આવે એટલે સૌથી પહેલા મહેશ સવાણીનું નામ યાદ આવી જાય! આજે સમાજમાં અનેક દીકરીઓના પાલક પિતા તરીકે મહેશ સવાણીએ ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમાજમાં આજે અનેક એવી દીકરીઓ છે જેને પિતાની છત્રછાંયા ગુમાવી દીધી છે. એક વર્ષ જુના એક કિસ્સો ની વાત કરીએ તો જેના વિશે જાણીને તમને આશ્ચય થશે આ ઘટના જાણે એમ છે કે, અનેક દીકરીઓ ના પાલક પિતા મહેશભાઇ સવાણી એ આવી રીતે એસિડ એટેક પીડિતાના પુનઃલગ્ન કરાવ્યા હતા.

હાલમાં જ હજું તો થોડા સમય પહેલા જ મહેશભાઈ સવાણીએ 300 દીકરીઓના લગ્ન કરાવ્યાં છે, આ કિસ્સો વિશે કરીએ તો વાત જાણે એમ છેકે, હિંમતનગરના સાસરિયાના એસિડ એટેકનો ભોગ બનેલી મહિલાના મહેશ સવાણીએ પુનઃલગ્ન કરાવ્યા અને સમાજમાં એક શ્રેષ્ઠ ઉદાહરણ બન્યાં. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હ્યુ કે, મહિલા પર તેના પતિ અને સાસરિયાએ એસિડ હુમલો કર્યો હતો. તેની આંખ અને ચહેરા પર ગંભીર ઈજા થઈ હતી. ઈજાને કારણે આંખ અને ચહેરા પર ગંભીર ક્ષતિ થઈ હતી.

સમગ્ર ઘટના વિશે નજર કરીએ તો જયશ્રીબેનના પિતા વોચમેન તરીકે નોકરી કરતા હતા. પિતાએ પુત્રી જયશ્રીબેન અને પુત્રના લગ્ન સામસામે કરાવ્યા હતા. લગ્ન બાગ તેને સંતાનમાં એક પુત્ર હતો. જયશ્રીના પતિએ લગ્નના થોડા સમય બાદ આર્થિક સંકડામણને કારણે આત્મહત્યા કરી હતી. વિધવા બનેલી જયશ્રીબેન પર પરિવારની તમામ જવાબદારી આવી પડી હતી.તેના ભાઈ અને ભાભીના લગ્નજીવનમાં પણ ભંગાણ સર્જાયું હતું. ભાઈ અને પિતાએ તેને તરછોડી દીધી હતી

પુત્રના અને પોતાના જીવનનિર્વાહ માટે મજબૂરીમાં બીજા લગ્ન કર્યા હતા. આ લગ્નજીવનમાં તેને બીજો પુત્ર અવતર્યો હતો. પતિને દારૂ પીવાની કૂટેવ હતી. તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. માનસિક રીતે પડી ભાંગી હતી. તે પિતાનો પ્રેમ ઝંખતી હોવાથી પીપી સવાણી પરિવારના મોભી અને અનેક દીકરીઓનાં પાલક પિતા મહેશ સવાણીનો વોટ્સએપ મારફતે સંપર્ક કર્યોહતો. બે વર્ષ સુધી મહેશભાઈ સાથે સંપર્કમાં રહીને પિતાની છત્રછાયા મેળવી હતી.

મહેશભાઈને કોલ કર્યો હતો.તેણે જણાવ્યું હતું કે, સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવે છે. પતિ અને સાસુએ એસિડ એટેક કર્યો છે. તેના આંખ અને ચહેરા પર ગંભીર ઈજા થઈ હતી. તેના પ્રથમ પુત્રને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યોહતો. તેણે મહેશભાઈ પાસે પિતા તરીકેની મદદ માગી હતી. મહેશે અંગત મિત્ર રાજુ પંચાલનો હિંમતનગરમાં સંપર્ક કરીને તાત્કાલિક જયશ્રીબેન તથા તેના પુત્રને છૂટકારો અપાવ્યો હતો.ખરેખર મહેશ સવાણી એ કામગીરી કરી છે, એ ખૂબ જ સરહાનિય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!