ગુજરાતી કલાકાર પ્રતિકગાંધી ખરીદી આ આલીશાન કાર, ફીચર્સ અને કિંમત જાણીને હોશ ઉડી જશે…જુઓ તસ્વીરો..
જીવનમાં સફળતા ત્યારે જ મળે છે, જ્યારે તમે મહેનત કરો છો. આ વાતનું ઉત્તમ ઉદાહરણ એટલે પ્રતિકગાંધી. આપણે જાણીએ છે કે, સ્કેમ વેબ સિરીઝ બાદ લોકપ્રિયતા મળી અને ત્યારબાફ પ્રતિકના ભાગ્યના દરવાજા ખુલ્યા અને ગુજરાતી ફિલ્મોના બદલે વેબસિરિઝ અને બોલીવુડની ફિલ્મોમાં કામ મળવા લાગ્યું છે હાલમાં જ તમને જાણીને નવાઈ લાગશે કે, પ્રતીક ગાંધીએ દશેરાના દિવસે મર્સિડિઝ બેન્ઝ GLS ખરીદી હતી.
આ કારની કિંમત જાણીને ચોકી જશો. કહેવાય છે ને કે, કોઇપણ વ્યક્તિને સફળતા મળે ત્યારે જ સંપત્તિનાં માર્ગ ખુલ્લે છે. હાલમાં જ કરોડો રૂપિયાની કિંમતની કારની ડિલિવરીપ્રતીક ગાંધી પરિવાર સાથે ગયેલો. હાલમાં જ આ ચર્ચાઓ ચારોતરફ વાયુવેગે પ્રસરી ગઈ છે, ત્યારે ચાલો જાણીએ કે, આ કારની કિંમત કેટલી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પ્રતીક ગાંધીએ ખરીદેલી આ કારની કિંમત 1.16 કરોડ રૂપિયા છે.પ્રતીક ગાંધી માતા, ભાઈ, દીકરી તથા પત્ની સાથે કારની ડિલિવરી લેવા ગયો હતો.
આમ પણ ખાસ વાત એ છે કે, મર્સિડિઝનું આ મોડલ બોલિવૂડમાં સ્ટાર્સની વચ્ચે ઘણું જ લોકપ્રિય છે. આ કારમાં SUV 3.0 લીટર ઇન લાઇન 6 સિલિન્ડર ડીઝલ એન્જિન સાથે આવે છે. આ કાર 326 BHP તથા 700 NMનું પીક ટોર્ક જનરેટ કરે છે. મોટરને 9G-TRONIC ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે. 7 સીટર SUV 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપ માત્ર 6.3 સેકન્ડમાં આવી જાય છે.
મર્સિડિઝ બેઝ GLSના કેબિનમાં 12.3 ઈંચ ટચસ્ક્રીન ઇન્ફોટેઇમેન્ટ, યુનિટ, 13 સ્પીકર ઓડિય સિસ્ટમ, MBUX UI સાથે એક જ MBUX રિયર ટેબલેટની સાથે ડ્યુઅલ સ્ક્રીન મળે છે. એક રિયર કમ્ફર્ટ પેકેજ પ્લસ પણ છે. GLSમાં 360 ડિગ્રી પાર્કિંગ કેમેરા, બ્લાઇન્ડ સ્પોટ આસિસ્ટ, સોફ્ટ ક્લોઝિંગ ડોર, એક્ટિવ બ્રેકિંગ આસિસ્ટ, પ્રી-સેફ સિસ્ટમ પણ છે. આ સાથે જ કારમાં મલ્ટી બીમ LED હેડલેમ્પ, એમ્બિયન્ટ, ફાઇવ ઝોન ક્લાયમેન્ટ કંટ્રોલ, ઇલેક્ટ્રિકલી એડજેસ્ટેબલ ફ્રન્ટ સીટ, વેન્ટિલેટેડ સીટ, એડોપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ તથા એક ઓટોમેટિક ટેલગેટ છે. આ કારણ ફીચર્સ જાણીને તો કોઇપન વ્યક્તિ ચોંકી જશે..
પ્રતીક ગાંધીના કામની વાત કરીએ તો ટૂંક સમયમાં તેની ફિલ્મો આવશે જેમ કે, ‘દેઢ બીઘા જમીન’, ‘કહાની રબરબેન્ડ કી’, ‘વો લડકી હૈ કહાં’ તથા ‘ફુલે’માં જોવા મળશે. ‘ફુલે’ ફિલ્મ જ્યોતિરાવ ફુલે તથા સાવિત્રીબાઈ ફુલેની બાયોપિક છે. હાલમાં જ પ્રતીકગાંધીની.અતિથી ભૂતો ભવ’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. એક સમય એવો હતો કે, લોકો પ્રતીક ગાંધીને ઓળખતા પણ નહીં. પ્રતીક ગાંધીએ નાટકોમાં કામ કરીને આજે આ સ્થાને પહોંચ્યો છે અને કરોડો રૂપિયાની કિંમતની કાર ખીરદી છે. આ પહેલી ઘટના છે કે, સ્કેમની સફળતા બાદ પ્રતીકગાંધી કંઈક કિંમતી વસ્તુઓ ખરીદી હોય.