Entertainment

ગુજરાતી લોક ગાયિકા દિવ્યા ચૌધરી એ ખરીદી લાખો રુપીયા ની નવી કાર ! જુઓ તસવીરો અને જાણો કીંમત…

આપણે સૌ કોઈ જાણે છે કે આજના સમયમાં હવે બોલીવુડની જેમ હોલિવૂડના કલાકારો તેમજ સંગીતની દુનિયાના કલાકારો ખૂબ જ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. તેમજ પોતાના દર્શકો સાથે પોતાના જીવન સાથે જોડાયેલી અવનવી વાતો પણ શેર કરતા રહે છે, ત્યારે હાલમાં જ ગુજરાતની લોકપ્રિય ગાયકા દિવ્યા ચૌધરીએ પોતાના દર્શકો સાથે ખુશખબરી શેર કરે છે.

આ ખુશ ખબરને કારણે દિવ્યા ચૌધરી દરેક સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે.ચાલો ત્યારે અમે આપને જણાવી દઈએ કે દિવ્યા ચૌધરીએ ખૂબ જ કીમતી અને એક આલીશાન કાર ખરીદી છે, જેના વિશે આજે અમે આપને માહિતી જણાવીશું તેમ જ એક નજર આપણે દિવ્યા ચૌધરી ના જીવન વિશે પણ કરીશું.

દિવ્યા ચૌધરીએ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરે છે જેમાં તેને લખ્યું છે કે, આપ સૌ ના આશીર્વાદ ગોગા સિકોતર અર્બુદા સધી ના આશીર્વાદ થી આજ નવી ટોયોટા ઇનોવા ક્રિસ્ટા ગાડી લીધી. આભાર એચડી મોટર્સ સુરત, હિતેશભાઈ દેસાઈ અને પ્રતિકભાઈ. ખરેખર આ ખુશીના સમાચાર મળતાની સાથે કોમેંટ્સ બોક્સમાં અભિનંદનના ઠગલા થઈ ગયેલ. તમને આ કાર વિશે જણાવીએ તો ઇનોવા ક્રિસ્ટાની કિંમત 16.લાખ થી 25 લાખ સુધી છે અને કારની અંદર આધુનિક સુવિધા અને ફીચર્સ આપેલ છે. તમે આ તસવીરોમાં જોઈ શકો છો કે, દિવ્યા વેસ્ટર્ન કપડા પહેરીને પોતાની સપનાની કાર લીધી. ખરેખર આ ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

 

ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે આખરે દિવ્યા ચૌધરી કોણ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, દિવ્યા ચૌધરી મહેસાણા જિલ્લાના ખેરાલું નજીકના ગામડા મંડાલી ના વતની છે.દિવ્યા ચૌધરી નો જન્મ 26,12,1990ના રોજ થયો હતો. એક સિંગર તથા આર્ટીસ તરીકે ગુજરાત તથા ભારત ભર માં નામના મેળવી છે તેનું મ્યુઝિક ટ્રેડીશનલ મ્યુઝિક ગ્રુપ ધૂમ મચાવી રહ્યું છે દિવ્યા ચૌધરી નો સુરીલો કંઠ સમગ્ર વિશ્વમાં માં છવાયો છે. દીવ્યા ચૌધરી નાન પણ થી ભણતર ની સાથે સંગીત કલા જગત માં ખુબ રૂચિ ધરાવે છે. દિવ્યાનાં લગ્ન મીતુલ ચૌધરી સાથે થયેલ છે અને જેઓ એક એન્જીનીયર છે.


દિવ્યા ચૌધરી પોતે ઘણા ગુજરાતી ગીતોને પોતાના સુરીલા આવજ દ્વારા સુપર હિટ બનાવ્યા છે. આજે તે ખૂબ જ વૈભવશાળી જીવન જીવી રહી છે અને સોશીયલ મીડિયામાં પણ તેનું ફેન ફોલોવિંગ ખૂબ જ સારું છે. હાલમાં દિવ્યા પોતાનું સુખી દામ્પત્ય જીવન ખુશીથી પસાર કરી રહી છે. નવી કાર લેવાની ખુશ ખબરી મળતાની સાથે સૌ કોઈ તેમને અભિનંદન પાઠવ્યા છે, ખરેખર દિવ્યા બહેન જે સફળતા મેળવી એ તેમની મહેનત અને સંગીતની કળાનું પરિણામ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!