Gujarat

સુરતીઓ માટે ખુશ ખબર ! હજીરા- ઘોઘા વચ્ચે જાન્યુઆરી મા 575 બેઠકો વાળુ બીજુ જહાજ….

સુરત લોકો માટે ખુશ ખબર છે,હાલમાં જ જાણવા મળ્યું છે કે હજીરા ઘોઘા વચ્ચે હજુ એક જહાજ શરૂ થશે જેમાં પહેલા કરતાંય વધુ સુવિધાઓ હશે અને આ જહાજ ક્યારે શરૂ થશે તેની અમે આપને સંપૂર્ણ માહિતી આપીશું અને એ પણ જણાવશું કે, આ જહાજમાં શું શું ખાસીયત છે. ખરેખર આ જહાજ સુરત નાં દરેક લોકો માટે ફળદાયી નીવડશે કારણ જે સૌરાષ્ટ્ર તરફ જવાનું અંતર ખૂબ જ ઘટી જશે. આપણે જાણીએ છે કે, સુરતના મોટે ભાગના લોકો સૌરાષ્ટ્રમાંથી ત્યાં રહેવાસી થયા છે.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,દરિયાઈ માર્ગે સુરતથી સૌરાષ્ટ્ર જનારાઓ માટે વધુ એક જહાજની સુવિધા શરૂ કરેલ. હજીરા-દહેજ રો-રો ફેરી સર્વિસ સફળ રહેતા કંપનીએ અત્યારે જે જહાજ ચાલે છે તેનાથી પણ વિશાળ જહાજ આધુનિક અને લકઝુરિયસ સુવિધાઓ સાથેનું ખરીદ્યું છે. આ જહાજ બોમ્બે પોર્ટ પર આવી પહોંચ્યું છે. જયાં તેનું ગાઇડોકિંગ શરૂ કરવામાં આવ્યું છે. સરકાર મંજૂરી આપશે તો ૧૫ જાન્યુઆરી પછી આ જહાજ હજીરા-ઘોઘા વચ્ચે બીજી સેવા તરીકે શરૂ થશે.

બીજી સૌથી મહત્વની વાત એ છે કે, આ જહાજ પીપાવાવ પોર્ટ અને દ્વારકા પોર્ટનું કામ પુરું થયા પછી આ રૂટ પર પણ ઓપરેટ થશે. નવા જહાજની ક્ષમતા ૫૭૫ પેસેન્જરો, ૬૦ ટ્રક, ૮૦ કાર, અને ૪૦ બાઇક લાવવા લઇ જવા માટેની છે.ક્રુઝ જેવી આધુનિક સુવિધાઓ રો-રો સર્વિસન મળશે.ક્રુઝ જેવી આધુનિક સુવિધા હશે. ક્રુઝની જેમ તેમાં બેડ સાથેની ફેમિલી કેબિન અને સલીપર બેડની સુવિધા તો હશે જ સાથે સાથે વીવીઆઇપી લાઉન્ઝ, બિઝનેસ કલાસ લાઉન્ઝ અને એકઝિકયુટીવ લાઉન્ઝની સુવિધા પણ પેસેન્જરોને મળશે.

પેસેન્જરોને તેમની રૂચિ મુજબનું ભોજન મળી શકે તે માટે બે રેસ્ટોરન્ટ-કેન્ટીન અને ૧ કેફેટેરિયાની સુવિધા પણ મળશે
૫૭૫ પેસેન્જરોની ક્ષમતા ધરાવતા આ જહાજમાં ૪૪ બેડ સાથે ૧૧ કેબિન રાખવામાં આવી છે. તે ઉપરાંત ૮૦ સ્લીપર બેડ અલગથી રહેશે. કુલ મળીને ૧૨૫ બેડની આરામદાયક સુવિધાઓ રહેશે.જહાજમાં પ્રવાસીઓના મનોરંજન માટે વિડીયો ગેમિંગ ઝોન બનાવવામાં આવ્યો છે.વિકલાંગો સરળતાથી અવરજવર કરી શકે તે માટે એલિવેટર પણ રાખવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!