ગુજરાતી ઉદ્યોગપતિ ના દાકરા ની જાન ! હાથી, ઘોડાગાડી અને ગાડીઓ ની લાઈન….જુવો ભવ્ય…
છેલ્લા એક અઠવાડિયા થી જે જાજરમાન લગ્ન સૌ કોઈ ની આંખોનું ઘરેણું બન્યું હતું એ લગ્ન શાહીરીત પૂર્ણ થયા છે, ત્યારે આજે અમે આપને જણાવીશું કે, આ વૈભવશાળી રીતે મનાવેલ લગ્ન શુભારંભ શા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, લગ્નની કંકોત્રી થી લઈને કાલમાં દિવસની તમામ માહિતીઓ આપ સૌને મળી ચુકી છે કે, કંઈ રીતે બે દિવસ લગ્નની રસમો મનાવવામાં આવી હતી.
ખરેખર રાજકોના આ ઉદ્યોગપતિના મૌલેશ ઉકાણીનાં દીકરા જયના લગ્ન સૌ કોઇ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે.આ લગ્નના ખૂબ જ રાજાશાહી અને રાજસ્થાની પરંપરા મુજબ જ ઉજવાયા છે. ત્યારે ખરેખર આ ગર્વ લેવા જેવી વાત છે. અમે આપને જણાવીએ કે આ લગ્નમાં શું ખાસ હતું. ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીના પુત્ર જયના લગ્ન મોરબીના ઉદ્યોગપતિ અરવિંદભાઈ જીવાણીની પુત્રી હેમાંશી સાથે જોધપુરના ઉમેદભવન પેલેસ ખાતે કરવામાં આવ્યા છે, ત્રણ દિવસના લગ્ન પ્રસંગ પૂર્ણ થતા હવે પરિવારજનો અને આમંત્રિત મહેમાનો ફરી રાજકોટ પરત ફરશે
ગઈકાલે ત્રીજા અને અંતિમ દિવસે જય અને હેમાંશીના લગ્ન યોજાયા હતા, જેમાં રજવાડીસ્ટાઇલથી હાથી ઘોડા અને ઊંટ તેમજ બેન્ડ તથા નગારાં સાથે જાન લગ્નમંડપ સુધી પહોંચી હતી.ત્રિદિવસીય જાજરમાન લગ્નના આયોજનમાં ગઇકાલે ત્રીજા અને અંતિમ દિવસે, એટલે કે મંગળવારે સાંજે જય અને હેમાંશીના લગ્ન યોજાયા હતા. ઉમેદભવન પેલેસના બારાદરી લોન ખાતે સાંજના 3.45 વાગ્યે રજવાડીસ્ટાઇલથી હાથી, ઘોડા, ઊંટ તેમજ નગર તથા બેન્ડ સાથે જાન પ્રસ્થાન થઇ હતી.વાજતેગાજતે જાન લગ્નમંડપ સુધી પહોંચી હતી ત્યાર બાદ સાંજના 7.30 વાગ્યે.
હસ્તમેળાપ યોજવામાં આવ્યો અને રાત્રિના સમયે ફેરાફેરી અગ્નિની સાક્ષીએ હેમાંશી પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં.ખરેખર આ લગ્ન ખૂબ જ ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ લગ્ન નો શુભ પ્રસંગ જીવનનો સૌથી યાદગાર પ્રસંગ છે. આ લગ્નના લીધે સમગ્ર શહેરની રોશનીનો રાત્રિ નજારો નિહાળ્યો હતો. આ સમયે ત્યાં રાજસ્થાની કલાકારો કરતાલ સાથે બોલિવૂડનાં ગીતોના સૂર રેલાવતા જોવા મળ્યા હતા તો ક્યાંક રાજસ્થાની ગીત સાથે નૃત્ય કરતી મહિલાઓ નજરે પડી હતી. ગુજરાતી ક્યારેય પાછા ન પડે આ લગ્નમાં બે રેકોર્ડ સર્જાય છે જેમાં સૌથી મોટી ગિફ્ટ અને અનેક પ્રકારની ચા જોવા મળી હતી.