ગુજરાતી ફીલ્મ એક્ટર વિક્રમ ઠાકોર એ નરેશ કનોડીયા વિષે એવુ કીધું કે
ગુજરાતી ફિલ્મના મેઘા મિલિયનર સ્ટાર એટલે નરેશ કનોડિયા જેને આપણે ક્યારેય નહીં ભૂલી શકીએ. આજે અબર્ન ગુજરાતી ફિલ્મો ભલે આવી ગઈ પરંતુ નરેશ કનોડિયા ને આજે પણ લોકો પોતાના પ્રેરણા સ્ત્રોત માને છે. હાલમાં જ ગુજરાતના લોકપ્રિય અભિનેતા એ પણ નરેશ કનોડિયા વિશે એવું કહ્યું છે કે, જાણીને તમને પણ નવાઈ લાગશે.
એક ઇન્ટેવ્યું દરમિયાન વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે, બાળપણથી નરેશ કનોડિયાજીને ફિલ્મોમાં જોતો આવ્યો છું અને એને મારા આદર્શ જ માનતો અને તેમની સાથે મારો એક અતૂટ સંબંધ રહ્યો છે. મહેશ નરેશની બેલડી ખૂબ જ લોકપ્રિય હતી અને તેઓ ખૂબ જ સારા ડાન્સર પણ હતા.
જ્યારે મારી ચોથી ફિલ્મ આવી ‘ ગોરી તને કેમ કરી ભુલાઈ ‘ ત્યારે આ ફિલ્મમાં મેં તેમની સાથે કામ કર્યું અને બસ ત્યાર પછી તો તેમની સાથે ખાસ સંબંધ બંધાયો. નરેશ કનોડિયા મને પોતાના બે દીકરાઓની જેમ જ રાખતા અને કોઇપણ ફંક્શનમાં મળતા એટલે મને કહેતા કે, તારી કોઈપણ ફિલ્મમાં તારા બાપનો રોલ તો હું જ કરીશ. ખરેખર નરેશ કનોડિયા આટલા મોટા અભિનેતા હોવા છતાં પણ તેમનામાં અભિમાન જરા પણ ન હતું.
આપણે જાણીએ છે કે, તેમણે 90ના દાયકાથી લઈને અર્બન ગુજરાતી ફિલ્મોનો યુગ પણ જોયો છે અને તેમને દરેક કલાકારોને અનેકગણું શીખવ્યું પણ છે, જેથી આજે પણ દરેક કલાકારો તેમને યાદ કરે છે. કેન્દ્ર સરકારે પણ મહેશ અને નરેશની આ બેલદીને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ એનાયત કરેલ. હવે વિચાર કરો કે ગુજરાતી સિનેમામાં આ બંને ભાઈઓનું યોગદાન કેટલું રહેલું છે.